SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ભારતીય તત્ત્વજ્ઞાન ઈશ્વર જગતનું ઉપાઠાનકારણ એ અર્થમાં છે કે તેના અંશભૂત અપૃથસિદ્ધ પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે; અને ઈશ્વર જ જગતનું નિમિત્તકારણ છે કારણ કે પ્રકૃતિનો અન્તર્યામી, નિયામક અને પ્રેરક ઈશ્વર છે. ઈશ્વરનું જગન્નિર્માણ માટેનું પ્રયોજન કેવળ લીલા છે, અન્ય કંઈ જ નહિ. બાળક જેવી રીતે રમકડાંથી રમે છે, લીલા કરે છે તેવી જ રીતે તે લીલાધામ ઈશ્વર જગતને ઉત્પન્ન કરી રમે છે, લીલા કરે છે. સંહારદશામાં લીલાની વિરતિ થતી નથી, કારણ કે સંહાર પણ ઈશ્વરની લીલા જ છે.૧૬૧ જીવનું નિયમન ઈશ્વર વડે થાય છે. જીવમાં શેષત્વ ગુણ છે, અર્થાત્ જીવ પોતાના સર્વ કાર્યો માટે ઈશ્વર ઉપર સંપૂર્ણપણે સર્વતોભાવે અવલંબિત છે. ઈશ્વરાનુગ્રહ વિના જીવ પોતાનાં કર્તવ્યોનું સંપાદન કરી શકતો નથી. જીવો અનન્ત છે અને એકબીજાથી પૃથફ છે છતાં તે બધા ઈશ્વરથી અપ્રસિદ્ધ છે. ઈશ્વરના અંગભૂત જીવોનો સૂક્ષ્મભાવ સ્થૂળભાવ થાય છે. જીવોનું સૂક્ષ્મભાવે અવસ્થાન પ્રલય છે અને તેમનું સ્થૂળભાવે પરિણમન સૃષ્ટિ છે. જીવ ઈશ્વરથી સર્વથા અભિન્ન નથી. જીવ દુઃખત્રયથી પીડિત છે, અજ્ઞ યા અલ્પજ્ઞ છે, અનન્ત છે જ્યારે ઈશ્વર સંપૂર્ણાનન્દ છે, સર્વજ્ઞ છે, એક છે. તેને ઈશ્વરથી સર્વથા અભિત્ર કેવી રીતે ગણાય? ઈશ્વર અખંડ છે તો જીવને ઈશ્વરનો અંશ (ખંડ) ગણવો જ્યાં સુધી ઉચિત ગણી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં રામાનુજ જણાવે છે કે જેમ ચિનગારી અગ્નિનો અંશ છે, શરીર શરીરીનો અંશ છે તેમ જ જીવ ઈશ્વરનો અંશ છે. અભેદ જણાવતાં શ્રુતિવાક્યોનું તાત્પર્ય એટલું જ છે કે જીવ ઈશ્વરવ્યાપ્ય છે અને ઈશ્વરનું શરીર છે. આમ જીવ-ઈશ્વરમાં અંશાંશીભાવ યા વિશેષણ-વિશેષ્યભાવ સંબંધ છે. જીવ વિશેષણ છે, ઈશ્વર વિશેષ્ય છે. જીવ-ઈશ્વરમાં સર્વથા અભેદનો નિષેધ કરવા છતાં રામાનુજ અમુક દષ્ટિએ તેમનો અભેદ સ્વીકારે છે. ઈશ્વર પ્રત્યેક જીવમાં વ્યાપ્ત છે, અને અંદરથી તેનું નિયમન કરતો તે તેનો અન્તર્યામી છે. આ દષ્ટિએ જીવ-ઈશ્વરનો અભેદ માની શકાય. જેવી રીતે અંશનું અસ્તિત્વ અંશી ઉપર નિર્ભર છે અને ગુણનું દ્રવ્ય ઉપર, તેવી જ રીતે જીવનું અસ્તિત્વ ઈશ્વર ઉપર નિર્ભર છે, કારણ કે જીવ છે અંશ અને ઈશ્વર છે અંશી, જીવ છે નિયમ્ય અને ઈશ્વર છે નિયામક, જીવ છે આધેય અને ઈશ્વર છે આધાર, જીવ છે વિશેષણ અને ઈશ્વર છે વિશેષ્ય. આ દષ્ટિએ જીવ-ઈશ્વરનો અભેદ માની શકાય. પરિસ્થિતિ આવી હોઈ અર્થાત્ જીવ ઈશ્વર ઉપર આશ્રિત અને નિર્ભર હોઈ, ઈશ્વરના શરણે ગયા વિના જીવનો ઉદ્ધાર નથી, તેનું કલ્યાણ નથી. ઈશ્વર અશેષ ગુણોનો ભંડાર છે, દયાનો સાગર છે. તે જીવની દીન દશાથી દ્રવિત થાય છે. જીવ-ઈશ્વરનો આવો સંબંધ નિર્ણત થતાં સ્પષ્ટ થાય છે કે રામાનુજ અનુસાર પ્રપત્તિ (શરણાગતિ) જ જીવની આધ્યાત્મિક ઉન્નતિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાન અને કર્મથી ચિત્ત (અન્તઃકરણ) વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ અન્તઃકરણવાળો જીવ જ ઐકાન્તિક અને આત્યંતિક ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249537
Book TitleBhartiya Darshano ma Ishwar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy