________________
ભારતીય તત્વજ્ઞાન કાર્યત્વહેતુથી કર્તાનો સદ્દભાવ સિદ્ધ થાય ત્યારે વિના વાવ્ય - ૪ ર ' નીકળનાર જંગલી ઘાસ વગેરેમાં અદશ્ય હોવાથી કર્તાની અનુપલબ્ધિ માનવામા આવે, અને જ્યારે એ નિશ્ચય થઈ જાય કે “જંગલી ઘાસ વગેરેમાં કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાને કારણે છે, કર્તાના અભાવને કારણે નહિ ત્યારે કાર્યત્વહેતુમાં અબાધિત વિષયતા
આવે, તથા જ્યારે કાર્ય–હેતુ અબાધિત હોવાથી કાલાચયાપદિષ્ટ (બાધિત) દોષથી - રહિત બની જાય ત્યારે તે કાર્ય–હેતુ જંગલી ઘાસ વગેરેમાં કર્તાનો અભાવ સિદ્ધ કરી
શકે. આ રીતે ચક્રદુષણ આવે છે. પેલા જંગલી ઘાસ વગેરેમાં કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરનાર અન્ય કોઈ પ્રમાણ તો દેખાતું નથી. જ
(૩) ઈશ્વરનું જગત્વ સિદ્ધ કરવા આપવામાં આવેલ ‘કાર્યત્વા, સન્નિવેશવિશિષ્ટત્વા વગેરે બધા હેતુઓ વ્યભિચારી પણ છે. જુઓ વીજળી ચમકે છે, મેઘ ગર્જે છે અહીં વીજળી તયા મેઘ આદિ કાર્ય છે, અમુક સન્નિવેશવિશિષ્ટ પણ છે, તેમના ઉપાઠાનકારણ પણ અચેતન પરમાણુ છે, તેઓ પહેલાં ન હતાં પછી થયાં અને ચમકવા લાગ્યાં, ગર્જવા લાગ્યાં, આમ તેમનામાં બધા હેતુઓ તો છે પણ તેમને કોઈ બુદ્ધિમાને બનાવ્યાં નથી-તેઓ તો આપ મેળે પરમાણુઓનો સંયોગ થવાથી બની ગયા છે. તેથી વીજળી આદિમાં હેતુ હોવા છતાં સાધ્ય ન હોવાને કારણે ઉક્ત હેતુ વ્યભિચારી છે. સ્વપ્ન તથા મૂર્શિત આદિ અવસ્થાઓમાં બુદ્ધિ વિના પણ અનેક કાર્યો થતાં દેખાય છે. •
(૪) ઈશ્વરનું જગત્કર્તુત્વ આગમબાધિત પણ છે. આગમ ગીતામાં કહ્યું છે કે “ર
વંર વાળિ નવી વૃત્તિ - “ઈશ્વરમાં જગતનું કર્તુત્વ નથી, તે કર્મની સ્ત્રના કરતા નથી' ઇત્યાદિથી અકર્તુત્વરૂપમાં ઈશ્વરનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૫) જગતને અકર્તક સિદ્ધ કરનાર અનેક પ્રત્યેનુમાન મોજુદ હોવાથી કાર્યત્વ વગેરે હેતુઓ પ્રકરણસમ છે. અકર્તૃત્વસાધક અનુમાન નીચે પ્રમાણે છે-ઈશ્વર જગતનો કર્તા હોઈ ન શકે, કારણ કે એની પાસે જગતને રચવા માટેનાં ઉપકરણો નથી. જેમ દંડ, ચાકડો આદિ ઉપકરણોથી રહિત કુંભાર ઘડો નથી બનાવી શકતો, તેવી જ રીતે ઈશ્વર પણ વિના ઉપકરણ જગતનું સર્જન કરી ન શકે. બીજું, ઈશ્વર આ જગતનો કર્તા ઘટી શકતો નથી કારણ કે તે વ્યાપી હોવાથી ક્રિયાશૂન્ય છે, જેમકે આકાશ. જે પોતે બિલકુલ નિષ્ક્રિય છેહાલચાલી શકતો નથી તેનાથી જગતની ઉત્પત્તિક્રિયા માની શકાય નહિ. ઈશ્વર આ વિચિત્ર જગતનો કર્તા ન હોઈ શકે કારણ કે તે એક છે, એક સ્વભાવવાળો છે, જેમકે આકાશ. આવાં અનેક અનુમાનો ઉપસ્થિત કરી શકાય.'
(૬) શાન્તરક્ષિત કહે છે કે માનવ જે કાર્યને કદી ઉત્પન્ન થતાં દેખે છે, જેવાં કે મંદિર, પ્રાસાદ, ગોપુર, વગેરે તેવી જાતનાં પ્રસિદ્ધ કાર્યનો કર્તા નિઃસંદેહ સિદ્ધ થાય છે. પરંતુ જે આકૃતિની વસ્તુઓને કોઈએ કદી ઉત્પન્ન થતી દેખી નથી, જેવી કે પર્વત આદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org