SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર - ઈશ્વરની ઇચ્છા પણ નિત્ય છે. અહીં કોઈ શંકા કરે છે કે ઇચ્છાને નિત્ય માનતાં સર્વદા જગતની ઉત્પત્તિ થતી જ રહેશે અને તેને ક્યારેય અન્ન નહિ આવે. સર્ગેછા નિત્ય હોઈ સંહાર થશે જ નહિ, યા સહારેચ્છા નિત્ય હોઈ પ્રલયની ધારા પણ અટકશે નહિ. આ શંકા બરાબર નથી. ઈશ્વરની ઇચ્છા નિત્ય છે એનો અર્થ એ કે તે સ્વરૂપથી નિત્ય છે, તે આત્મમનઃસંયોગથી ઉત્પાદ્ય નથી. પરંતુ તે ઇચ્છાનો વિષય ક્યારેક સર્ગ હોય છે અને ક્યારેક સંહાર હોય છે. સર્ગસંહારની મધ્યમાં અર્થાત્ જગતની સ્થિતિની અવસ્થામાં આ કર્મનું આ ફળ આને મળો એવી ઈચ્છા ઈશ્વરને હોય છે.' તેનો પ્રયત્ન એ વિશેષ પ્રકારનો સંકલ્પ જ છે. આમ નવ આત્મવિશેષગુણોમાંથી ઈશ્વરમાં પાંચ છે-જ્ઞાન, સુખ, ઇચ્છા, પ્રયત્ન અને ધર્મ. તેનામાં દુઃખ, દ્વેષ, અધર્મ અને સંસ્કાર આ ચાર આત્મવિશેષગુણો નથી. તેથી તે એક વિશિષ્ટ પ્રકારનો આત્મા જ છે, આત્માથી જુદું દ્રવ્ય નથી. ઈશ્વરના વિશે એક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ક્રિયાવાન જ કર્તા હોય છે. ઈશ્વર તો અશરીરી છે એટલે તેનામાં ક્રિયા સંભવે નહિ. તેથી અશરીરી કર્તા હોઈ શકે નહિ. અશરીરી કર્તા હોય એવો એક પણ દાખલો જગતમાં જોયો જાણ્યો નથી. આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે ઈશ્વરની બાબતમાં કર્તત્વનો અર્થ છે જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન volitional effort)નો યોગ( સંબંધ). તે ઈશ્વરમાં છે જ. અશરીરરૂપ જીવાત્મા પોતાના શરીરને પ્રેરણા કરે છે જ. એટલે, પ્રેરણા કરવારૂપ કર્તુત્વ માટે શરીરરૂપ હોવું આવશ્યક નથી ઇચ્છામાત્રરૂપ તેનો વ્યાપાર હોવાથી અનનકાય તે કરી શકે છે અને વળી તેને કોઈ પણ જાતનો ક્લેશ થતો નથી." ઇચ્છામાત્રથી જ તે પરમાણુઓને સ્વીકાર્યોત્પત્તિમાં પ્રેરે છે એમ માની શકાય નહિ, કારણ કે જડ પરમાણુઓ તેની ઇચ્છા જાણી શકે નહિ અને ઇચ્છા જાણ્યા વિના ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે?-આ પ્રશ્નના ઉત્તરમાં જયંત જણાવે છે કે જીવનું અચેતન શરીર જીવની ઇચ્છા પ્રમાણે વર્તતું હોય તો પછી અચેતન પરમાણુઓને ઈશ્વરેચ્છાનુસાર વર્તવામાં શો બાધ આવે? - ઈશ્વર સૃષ્ટિ કેમ કરે છે? એવો એનો સ્વભાવ જ છે કે ક્યારેક તે વિશ્વનું સર્જન કરે છે અને ક્યારેક તેનો સંહાર કરે છે, પરંતુ અમુક નિયત કાળે જ સૃષ્ટિ કરવાનો અને અમુક નિયત કાળે જ સંહાર કરવાનો તેનો સ્વભાવ કેમ છે ? ઉત્તરમાં જયંત કહે છે કે સૂર્યને જ જુઓને, તેનો નિયત કાળે ઊગવાનો અને નિયત કાળે આથમવાનો સ્વભાવ નથી ? સ્વભાવની બાબતમાં પ્રશ્ન કરવો અયોગ્ય છે." અથવા, ઈશ્વર ક્રીડાર્યું જગત સર્જે છે. કેવળ દુઃખીઓ જ ફીડા કરે છે એવું નથી. જેઓ દુઃખી નથી હોતા તેઓ પણ ક્રીડા કરે છે. અથવા, અનુકંપાથી ઈશ્વર સર્ગ- સંહાર કરે છે. ૧૨ અહીં કોઈ શંકા ઉઠાવે છે કે પ્રલયમાં જીવો દુઃખી ન હોઈ અનુકંપાને પાત્ર નથી અને પરિણામે તેમના પ્રત્યેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249537
Book TitleBhartiya Darshano ma Ishwar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy