________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧
*
છે, પરંતુ કણાદ તો એટલું જ જણાવે છે કે વેદવાક્યોની રચના બુદ્ધિપૂર્તિકા છે. દાસગુપ્તા લખે છે : “It is probable that Kanāda believed that the Vedas were written by some persons superior to us (2.1,18, 6.1.1-2)''′ વેદના રચયિતા સાક્ષાત્કૃતધર્મા ઋષિઓ હતા એ મતને કણાદ પણ સ્વીકારતા હોય એમ લાગે છે. ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકોનો ત્રીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે ઈશ્વર સર્વ પ્રાણીઓને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે. કણાદમાં કર્મલદાતા ઈશ્વરની કલ્પના જ નથી. તેથી પ્રા. દાસગુપ્તા નીચેના નિર્ણય ઉપર આવે છે- “As there is no reference to Isvara and as adṛsta proceeding out of the performance of actions in accordance with Vedic injunctions is made the cause of all atomic movements, we can very well assume that Vaiseṣika was as atheistic
or non-theistic as the later Mimāṁsā philosophers." '’*૬ આ ક્ષણે એ નોંધવું અત્યન્ત રસપ્રદ થરો કે ચન્દ્રમતિના દશપદાર્થશાસ્ત્રમાં પણ ઈશ્વરનો સ્વીકાર નથી, એટલું જ નહિ પણ સાતમી રાતાબ્દીમાં ઉદ્યોતકર હજુ પણ પોતાના ન્યાયવાર્તિમાં ઈશ્વર વિરુદ્ધના વૈશેષિકોએ આપેલા તર્કોનું નિરૂપણ કરે છે.”
(૨) "ન્યાયસૂત્રકાર ગૌતમને મતે ‘ઈશ્વર’નો અર્થ શું છે ?
પ્રાચીનકાળે ન્યાયદર્શન ઈશ્વરવાદી હતું કે નહિ એ વિશે ઘણા વિદ્વાનોને શંકા છે. પ્રા. હિરિયા લખે છે : ‘Gautama makes only a casual mention of God, and some have doubted whether the Nyāya was originally theistic.
'***
ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે અને તે પણ પ્રાવાદુકોની ચર્ચાના પ્રકરણમાં જ છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશઃ સમજતાં ગૌતમનો ઈશ્વર વિશેની માન્યતા તદ્દન સ્પષ્ટ થઈ જશે.
כט
ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् । ४.१.१९
અનુવાદ : પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે.
સમજૂતી : ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત રે છે. આ બધું આપણાં કર્મોનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઇચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વત્તીયસી વતી
! |
न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः । ४.१.२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org