SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્ત્વજ્ઞાન હોય તે દૂર કરવાનું જ કામ ઈશ્વર કરે છે.' ભિક્ષુ પણ આ વાત સ્વીકારતા જણાય છે. ઉપરાંત, ભિક્ષુ જણાવે છે કે ઈશ્વરને બીજાનાં દુઃખો દૂર કરવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં તેને જીવોની યોગ્યતા યા કર્મોને ગણતરીમાં લેવાં પડે છે.પર ૧૩ વાચસ્પતિએ યોગદર્શનના ઈશ્વરને જગતનું સર્જન અને સંહાર કરતો કલ્પ્યો છે. આ બાબતમાં ભિક્ષુ વાચસ્પતિ સાથે સહમત છે.'' અહીં ભિક્ષુ વાચસ્પતિને જણાવે છે કે પ્રકૃતિમાં ક્ષોભ (સામ્યાવસ્થાભંગ) ઈશ્વરેચ્છાથી થાય છે એટલે સૃષ્ટિની શરૂઆત પહેલાં પણ અર્થાત્ પ્રલયમાં પણ ઈશ્વર પ્રકૃષ્ટ સત્ત્વથી (ચિત્તથી) યુક્ત હોય છે એમ માનવું જ જોઈએ. અહીં પ્રશ્ન થાય છે કે ઈશ્વરેચ્છાથી પ્રકૃતિનું સર્જન માનતાં પ્રકૃતિનું સ્વાતન્ત્ય કેમ રહે ? આનો ઉત્તર વાચસ્પતિ અને ભિક્ષુ એ આપે છે કે ઈશ્વરેચ્છાથી તો પ્રકૃતિમાંથી જગતના સર્જન આડે જે અન્તરાયો હોય છે તે કેવળ દૂર થાય છે. આ અન્તરાયો દૂર થતાં જ પ્રકૃતિની સામ્યાવસ્યાનો ભંગ થાય છે અર્થાત્ ક્ષોભ થાય છે. આમ ઈશ્વર પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિમાં માત્ર નિમિત્તકારણ છે, પ્રયોજકારણ નથી. કાર્યજનનશક્તિ (જગતસર્જનશક્તિ) પ્રકૃતિમાં સ્વાભાવિક છે, ઈશ્વર તો તે શક્તિનો ઉદ્બોધક છે.૫૫ વાર્તિકકાર ભિક્ષુએ યોગદર્શનના ઈશ્વરની ચર્ચા કરતી વેળાએ ઈશ્વર અને જીવ વચ્ચેના સંબંધની પણ ચર્ચા કરી છે. તેમના મતે તે બંને વચ્ચે અંશ-અંશીભાવનો સંબંધ છે. એ સંબંધને સમજાવવા તે અગ્નિ અને તેના તણખાનું દૃષ્ટાન્ત આપે છે. વળી, તે જણાવે છે કે અંશ અને અંશી વચ્ચે ભેદાભેદનો સંબંધ હોય છે એટલે જીવ અને ઈશ્વર વચ્ચે પણ ભેદાભેદનો સંબંધ છે.૫૬ વાચસ્પતિ અને ભિક્ષુએ તેમના કાળના વિચારપ્રભાવ તળે અને અનુક્રમે ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક વિચારધારા અને વેદાન્ત વિચારધારાના પ્રભાવ નીચે ઈશ્વરને જગત્કર્તા, કર્મફળદાતા અને જીવરૂપ અંશના અંશીરૂપ બનાવી દીધો. ઈશ્વરના આ લક્ષણો તો વ્યાસના યોગભાષ્યમાં પણ નથી. ઈ.સ. આઠમી શતાબ્દીમાં બૌદ્ધાચાર્ય શાન્તરક્ષિતે રચેલા તત્ત્વસંગ્રહમાં સેશ્વર સાંખ્ય અર્થાત્ યોગદર્શનને માન્ય મનાયેલા એવા પ્રકૃતિ-પુરુષોભયહેતુવાદ(જગત્કર્તૃત્વવાદ)નું ખંડન મળે છે. તેનું નિરૂપણ કરવું યોગ્ય જણાય છે. તે નીચે પ્રમાણે છે. યોગદર્શનનો જગતનો ઉભયકારણતાવાદ તરીકે ઓળખાતો સિદ્ધાન્ત આવો છે. પ્રકૃતિ અને ઈશ્વર બંને જગતનું કારણ છે. પ્રકૃતિ ઉપાદાનકારણ છે અને ઈશ્વર અધિષ્ઠાતૃકારણ છે, ઉપાદનાભૂત પ્રકૃતિ અચેતન છે. તે એકલી કોઈ ચેતનથી અધિષ્ઠિત થયા વિનાજગતનું નિર્માણ કરી શકતી નથી. ઈશ્વર પણ એકલો અચેતન ઉપાદાનની સહાયતા વિના જગતનું નિર્માણ કરી નથી શકતો. પરંતુ બંને પરસ્પર એકબીજાને સહાય કરીને જગતનું નિર્માણ કરે છે. શાન્તરક્ષિત જણાવે છે કે પરસ્પર સહકારિતા બે રીતે જ હોઈ શકે છે-એકબીજામાં અતિરાયનું આધાન કરીને કે સાથે મળી એક કાર્યનું સંપાદન કરીને પ" પહેલો વિક્લ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249537
Book TitleBhartiya Darshano ma Ishwar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy