________________ 32 એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ (એમણે તૈયાર કરેલા સંશોધકોનાં કામ આ પદ્ધતિ-વિનિયોગની રીતે જોવા જેવાં છે જ.) આ રીતે, “જૈન ગૂર્જર કવિઓનું આ સંશુદ્ધ સંસ્કરણ અનેક રીતે મૂલ્યવાન ગણાય. આવાં મૂલ્યવાન ને વળી બૃહત્કાય કામ મોટા મૂડીરોકાણની સુવિધા વિના ન થાય - અટકી રહે. એટલે રમણલાલ ચી. શાહ જેવા મધ્યકાળના અભ્યાસીની ભલામણથી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક વિદ્યાકીય સંસ્થા વળતર વિનાના મોટા રોકાણ માટે તૈયાર થઈ એય અભિનંદનીય ગણાય. કેવળ વિદ્યાપ્રેમીઓ જ નહીં પણ ધર્મ અને સાહિત્યના વિદ્વાનો એવા આચાર્ય શીલચંદ્રસૂરિજી તથા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીની પણ સાવંત પ્રેરકતા આ ગ્રંથના નિર્માણમાં રહી છે. આવા એક ચિરસ્થાયી મૂલ્યવાળા ગ્રંથની પૂર્ણાહુતિનો ઓચ્છવ વિમોચન શબ્દને પણ સાર્થક કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org