________________ જૈન ગૂર્જર કવિઓ' - એક બહુમૂલો સંદર્ભ-ભંડાર ભાયાણીસાહેબનાં ભાષાંતરોનો આવશ્યક લાભ લીધો છે. પણ, પોતે જ્યાં જુદા પડે ત્યાં સ્પષ્ટ ચર્ચા પણ કરે છે. (પૃ.૧૦૩) છેલ્લાં પ્રકરણોમાંનું એક છે “પ્રાચીન ગુજરાતી સુભાષિતોનું. (પૃ. 174) એ આખુંય કાવ્યરસસિક્ત છે. આપણે ત્યાંના સૂક્તિસંગ્રહોના ઉલ્લેખો મળે છે. એમાંથી 500 જેટલી સૂક્તિઓ મળી આવે. એ ભાતભાતના વિષયો પર - ને સ્વરૂપે પણ અનેકવિધ છે. ક્યાંક અનુભવબિન્દુઓ છે : જઈ ધમખર સંભલી અનુ નયણે નિદ ન માઈ, વાત કરતા માણુસહ ઝાબકિ રમણિ વિહાઈ. (16) જ્યાં ધર્માક્ષર સાંભળી ને નયણે નિંદ ન માય; જણ જો ચડેલ વાતમાં તો પલકે રાત કપાય.). મૃત્યુને મથાળે ખોટી રીતે !) મૂકેલું બોધવચન : નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછઈ વત્ત, તેહ ઘરિ કિમ ન જાઇએ, રે હાંડા નિસત્ત. (177) (નમીને ના આસન મૂકે, હસી ન પૂછે વાત, એ ઘર કેમ ન જોઈએ? રે હૈડા નિ: સત્ત્વ.). અહીં બીજી પંક્તિના પૂર્વાર્ધમાં જે “ન' છે તેનો કાકુ કેવો હશે ? એ નકારવાચક હોય તો અર્થ ભાગ્યે જ બેસે. આવકાર જ્યાં ન મળે ત્યાં વળી જવું શું ? એમ પ્રશ્ન બને. ન મૂકતાં, ને પછી પ્રશ્ન રાખતાં, ‘એવે ઘેર પણ કેમ ન જવું ? એવો અર્થ થાય જે લોક અભિપ્રત નથી લાગતો. ગ્રંથકારે “કિમનો કોઈ રીતે' એવો અર્થ આપી સંગતિ કરી છે, પણ “ન' ખોટો લખાઈ ગયો હોય એવી સંભાવના પણ સ્વીકારવા જેવી લાગે છે. લોકઅભિપ્રેત લાગતો. નથી. સૂચિઓના અર્થોમાં ક્યાંકક્યાંક મુશ્કેલીઓ હજીયે રહી ગઈ છે. છતાં ભાષા ઈતિહાસનો આ ભાગ આખો, એટલે કે આખોય દસમો ગ્રંથ રસપ્રદ ને માહિતીસભર છે. આ દસ ગ્રંથ આપીને જયન્તભાઈએ ગુજરાતી ભાષાસાહિત્યને ન્યાલ કરી દીધું છે. મધ્યકાલીન સાહિત્યનાં અભ્યાસ માટેનાં સાધનો હાથવગાં કરી આપી, વિદ્વજનોને એમણે સાબદા તો કર્યા છે. હવે દડો કોના કોર્ટમાં છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org