SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે વિનય વડો સંસારમાં' એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. થવતા ગ્રંથમાં કહ્યું છે : fare संपण्णदाए चेव तित्थयरणामकम्मं बंधंति । વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્યવિનયને બાહ્ય વિનય અને ભાવિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ‘ઉપદેશપ્રાસાદ’માં કહે છે : बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः || (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેમને તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. 62 લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રૂષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249504
Book TitleVinay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages21
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size525 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy