SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪પ૧ હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની શક્તિ પ્રાપ્ત કરું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બનું.” આમ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્જવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય સત્તરભેદી પૂજાના રચયિતા, કુંભારનું ગધેડું ભૂકે ત્યારે કાઉસગ્ગ પારવાનો અભિગ્રહ ધારણ કરનાર અને તેથી આખી રાત ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાનમાં એ પૂજાની રચના કરનારા શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયનું નામ કેટલું બધું પ્રેરક છે ! એ જ પ્રમાણે શ્રી હીરવિજયસૂરિના શિષ્યો ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી ગીતાર્થ પ્રભાવક ઉપાધ્યાય હતા. અનેક રાસકૃતિઓના રચયિતા ઉપાધ્યાય શ્રી સમયસુંદરજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, ઉપાધ્યાય શ્રી માનવિજયજી, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી તથા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીનાં નામ પણ શાસનપ્રભાવકોમાં સુપરિચિત છે. તદુપરાંત શ્રીપાલ રાસ' અને પુણ્યપ્રકાશના સ્તવનના રચયિતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ વગેરે મહાન ઉપાધ્યાય ભગવંતો જૈન શાસનમાં થઈ ગયા છે. આ બધા ઉપાધ્યાયોમાં જેમણે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતીમાં અનેક રચનાઓ આપી છે અને ત્રણ ત્રણ ચોવીસીઓની રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ શિરમોર સમાન છે. જેમનું સાહિત્ય રસ અને ભારપૂર્વક વાંચતાં જેમના ચરણમાં મસ્તક સહજપણે પુણયભાવથી નમી પડે છે એવા ઉપાધ્યાય-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો ઉપાધ્યાયપદને ઘણું બધું ગૌરવ અપાવ્યું છે. “ઉપાધ્યાયજી મહારાજ' એટલું બોલતાં જ એ શો શ્રી યશોવિજયજી માટે વપરાય છે એવી તરત પ્રતીતિ થાય છે, કારણ કે ઉપાધ્યાય શબ્દ એમના નામના પર્યાયરૂપ બની ગયો છે. આમ, ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે કે જેમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુત: શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249501
Book TitleUpadhyaya Padni Mahatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy