SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ જિનતત્ત્વ ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે... શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગાયો છે : મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે, સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે છે.” ઉપાધ્યાય મહારાજના ૬ર૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસરાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતાના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિઓ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે કે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે, Only those who respect their seniors can command respect from their juniors. આવશ્યક નિર્યુક્તિની ૯૦૩મી ગાથામાં “વિણયયા” શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ “ભગવતી સૂત્ર'ની ટીકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે. नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वादिति । ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જોકે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તો પણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસક્રમની દૃષ્ટિએ સાધ અને ઉપાધ્યાય વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249501
Book TitleUpadhyaya Padni Mahatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy