SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવિજય જીવ માત્રના દેહની કેટલીક ખાસિયતો છે. જીવન ટકાવી રાખવા માટે દરેક જીવને પોતાની કક્ષાનુસાર સ્થૂળ કે સૂક્ષ્મ આહારની જરૂર પડે છે. જીવસૃષ્ટિમાં ઉચ્ચતમ કક્ષામાં મનુષ્ય છે. મનુષ્યને પોતાનું શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો પડે છે. આહાર ઉપરાંત નિદ્રાની પણ જરૂર રહે છે. નિદ્રાવસ્થામાં શરીર ઘણુંખરું મર્યાદિત હલનચલનવાળું બને છે. પરંતુ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતાં શરીરને સારું રાખવા માટે હલનચલન, વ્યાયામ, હરવું-ફરવું ઇત્યાદિની અપેક્ષા રહે છે. દેહમાં આત્મા વસેલો છે. આત્મા અને દેહનાં લક્ષણો વિભિન્ન છે. આહાર ન લેવો એટલે કે અણાહારીપણું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને આહારના સંસ્કાર પડેલા છે. આહારની સંજ્ઞા વળગેલી છે. આહાર એ આત્માની વિભાવ દશા છે. તેવી જ રીતે સતત જાગ્રત અવસ્થા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને નિદ્રાના સંસ્કાર પડેલા છે. નિદ્રા એ આત્માની વિભાવ દશા છે. સંપૂર્ણ સ્થિરતા- અચલત્વ એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને ચંચલતાના સંસ્કાર પડેલા છે. ચંચલતા એ આત્માની વિભાવ દશા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર, નિદ્રા અને ચંચલત્વનાં લક્ષણો સામાન્ય રીતે રહ્યાં કરે છે, એ ત્રણેય ઉપર જેટલે અંશે વિજય મેળવી શકાય તેટલે અંશે આત્માના સ્વભાવ તરફ ગતિ કરી શકાય. માણસ આહાર ઓછો લે અથવા ન લે અને છતાં પ્રસન્ન રહે એ સરળ વાત નથી. માણસ અલ્પ નિદ્રા લઈને અથવા નિદ્રા ન લઈને સ્ફૂર્તિમય રહે એ કઠિન વાત છે. માણસ એક જ આસને લાંબો સમય બેસી શકતો નથી. અંગાંગો જકડાઈ જાય છે, શરીર થાકી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249500
Book TitleTrivijay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size263 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy