SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ સારું ખાવું-પીવું, હરવું-ફરવું, આરામ કરવો, આનંદપ્રમોદમાં સમય પસાર કરવો એ તન અને મનનું ભૌતિક સુખ છે, આત્મિક સુખ નથી. માણસ ભૂખ્યા રહેવાનો, ઓછી નિદ્રા લેવાનો અને કોઈ એક આસને લાંબો સમય સ્થિર રહેવાનો મહાવરો જો ક૨વા માંડે તો ક્રમે ક્રમે તેમાં આગળ વધી શકે. પરંતુ એવું કરવાની જરૂર શી ? - એવો પ્રશ્ન થશે. આત્માના મૂળ સ્વભાવ પ્રતિ ગતિ કરવા માટે જ એની જરૂર છે. એ માટે આનંદ, ઉલ્લાસ, ધગશ, પુરુષાર્થ ઇત્યાદિના ઉત્કટ ભાવ હોય તો ચૈતન્યનો સવિશેષ આવિષ્કાર થાય, અન્યથા આ બધું માત્ર દેહકષ્ટ કે વેઠ બરાબર લાગે. - ૨ જે મનુષ્ય આહાર, નિદ્રા અને આસન ઉપર થોડો પણ કાબૂ મેળવે છે તે પોતાની સ્થૂળ તથા સૂક્ષ્મ ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવા લાગે છે. થોડો પણ યોગાભ્યાસ થતાં એનો અનુભવ કરી શકાય છે. ચિત્ત સ્વેચ્છાએ સંયમમાં રહ્યું હોય તો દેહની કેટલીક ક્રિયાઓ કેટલોક વખત અટકાવી શકાય છે. કોઈ જાહેર સભામાં બેઠેલો માણસ ભૂખ, શૌચાદિ હાજતનો કુદરતી નિરોધ કરી શકે છે. પંડિત યુગના એક ગુજરાતી લેખક માટે કહેવાય છે કે તેમને દર પંદર-વીસ મિનિટે લઘુશંકા માટે ઊઠવું પડે એવો વ્યાધિ થયો હતો; પરંતુ તેઓ પદ્માસન કે અર્ધપદ્માસન લગાવી ધ્યાન કે સ્વાધ્યાયમાં બેસી જતા તો ત્રણચાર કલાક સુધી પણ ઊઠવાની જરૂર પડતી નહિ ! યમ, નિયમ, આસન-પ્રાણાયામ, ઇત્યાદિ યોગના આરંભનાં પગથિયાં સિદ્ધ કર્યા પછી જેઓને ધ્યાન અને સમાધિમાં જવાનો મહાવરો ઠીક ઠીક હોય છે તેઓને ચિત્ત દ્વારા ઇન્દ્રિય-સંયમ સહજ બને છે અને દેહની કુદરતી જરૂરિયાતો તેટલો સમય ખાસ જણાતી નથી. મહાન યોગીઓ જીભની ખેચરી મુદ્રા વડે તેમાંથી અમૃતબિંદુ પ્રાપ્ત કરીને આઠ-દસ દિવસ સુધી આહાર વગર રહી શકે છે. કેટલાક મહાત્માઓ દિવસોના દિવસો સુધી નિદ્રારહિત સતત જાગ્રત અવસ્થામાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. ધ્યાન અને સમાધિમાં એવી તાકાત છે કે ચિત્ત અથવા તો આત્મા સમગ્ર દેહ ઉપર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે. દેહ ઉપર વિજય મેળવવાનું કામ બધાં માટે એકસરખું ન હોઈ શકે. દરેકના દેહ એકસરખા નથી હોતા, તેમ દરેકની ચિત્તશક્તિ પણ એકસરખી ન હોઈ શકે. જૈન ધર્મની માન્યતા અનુસાર વર્તમાન સમયમાં, પાંચમા આરામાં મનુષ્યને જે દેહ મળ્યો છે તેની મર્યાદામાં રહીને તે કેટલુંક સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249500
Book TitleTrivijay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size263 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy