SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ (७) बारसंग जिणखादं सज्झायं कथितं बुधैः । બાર અંગ જે જિનેશ્વર ભગવાને કહેલાં છે અને પંડિતજન સ્વાધ્યાય કહે છે. જે અધ્યયનથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોય એટલે કે આત્મકલ્યાણનો સંભવ હોય એવા શ્રેષ્ઠ ગ્રંથોના ધ્યાન સહિતના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ગમે તે પ્રકારના ગમે તે ગ્રંથનું વાંચન કરવું એ અધ્યયનનો સામાન્ય અર્થ છે, પરંતુ સ્વ એટલે આત્માને ઉપકારક એવા ગ્રંથોનું અધ્યયન જ સ્વાધ્યાય કહેવાય. છાપાં વાંચવાં, સામાજિક વિષયો, આર્થિક વિષયો કે રાજનૈતિક વિષયોની ચર્ચા કરતાં ચોપાનિયાં વાંચવાં, શૃંગારિક વાર્તાઓ વાંચવી, પ્રણયપ્રવૃત્તિ કે સામાજિક વિષયોની કવિતાઓ વાંચવી ઇત્યાદિ તમામ વાંચન જીવને બહિર્મુખ બનાવનારું છે. જે વાંચન જીવને અંતર્મુખ બનાવે અને એનામાં રહેલી અશુદ્ધિ કે મલિનતાને દૂર કરે એવું વાંચન તે સ્વાધ્યાય. વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય. ચિતાહરણની જડીબુટ્ટી છે. માણસ ગમે તેટલો નિરાશ થયો હોય, ચિંતામાં આવી પડ્યો હોય ત્યારે જો તે સગ્રંથોનું વાચન ચાલુ કરી દે છે તો બધી ચિંતા ભુલાવા લાગે છે. જોકે માણસને સૌપ્રથમ તો સ્વાધ્યાયમાં રસ પડવો જોઈએ. રસ પડે અને તેમાં તલ્લીન બની જાય તો એ આનંદ બ્રહ્માનંદસહોદર જેવો છે. જ્ઞાતા, જ્ઞાન ને શેય એ ત્રિપુટીનો એમાં વિલય થાય છે. કિશોરલાલ મશરૂવાળાએ એક સ્થળે એવું લખ્યું છે કે, “ગમે તેવા અતિશય નિરાશાજનક સંજોગોમાં હું આવી પડ્યો હોઉં ત્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનું વાંચન ચાલુ કરી દઉં છું. એમ કરવાથી થોડી વારમાં જ મારાં ચિંતા અને નિરાશા ચાલ્યાં જાય છે.” લોકમાન્ય ટિળકે ક્યાંક એવું લખ્યું છે કે “મારા મનપસંદ ધર્મગ્રન્થો સ્વાધ્યાય માટે મને પાસે રાખવા દો, પછી તમે મને નરકમાં મોકલો તો ત્યાં પણ સ્વર્ગ જેટલો આનંદ હું અનુભવીશ.” માણરા જેમ વધુ ને વધુ સ્વાધ્યાય કરે છે તેમ તેમ તેનું જ્ઞાન અને તેની વાણી સમૃદ્ધ બને છે. આથી એક જ વિષયને વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ રૂપે, વિવિધ રીતે વ્યક્ત કરવાની કુશળતા એનામાં આવે છે, એને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિની વસ્તૃત્વકલા ખીલે છે. ની વસ્તૃત્વકલામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249498
Book TitleSwadhyaya
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size405 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy