SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર જિનતત્ત્વ માનવજાતને સર્જાતા સારાનરસા તમામ સાહિત્યનો ભાર વહન કરવાનું પરવડે એવું નથી. જે સાહિત્ય પોતાના જીવનમાં કામ લાગ્યું છે અને ભવિષ્યમાં અનેક લોકોને કામ લાગશે એવી પ્રતીતિ થાય તો જ માનવજાત તે સાહિત્યને બીજીત્રીજી પેઢી સુધી આગળ પહોંચાડવાનો પુરુષાર્થ કરતી રહે છે. કેટલુંક સાહિત્ય એકાદ યુગ જેટલું જીવંત રહે છે, તો કેટલુંક સાહિત્ય હજારો વર્ષ સુધી જીવંત રહે છે. માનવજાત પોતાના સ્વાર્થ ખાતર આવા ચિરંતન સાહિત્યને જીવની જેમ સાચવે છે. વેદો-ઉપનિષદો, આગમો-ત્રિપિટકો, કે રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોનું સાહિત્ય આજ દિવસ સુધી સચવાઈ રહ્યું છે. તે નષ્ટ થઈ જાય તો કંઈ વાંધો નથી એવો પ્રમાદ આજ દિવસ સુધી માનવજાતે સેવ્યો નથી અને સેવશે કે કેમ તે પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન વગેરેના કેટલાયે ગ્રંથો પચીસ-પચાસ વર્ષે, નવી નવી શોધ થતાં અને નવી નવી થિયરી પ્રચલિત થતાં કાળગ્રસ્ત બની જાય છે. કેટલુંયે સાહિત્ય વર્તમાન ભૌતિક જીવનને સુખસગવડભર્યું, સૌંદર્યમંડિત અને ઉલ્લાસમય કેમ બનાવી શકાય તેના ઉપાયોને લગતું હોય છે. કેટલુંયે સાહિત્ય તત્કાલીન બનતા બનાવો કે પ્રશ્નોની વિગત માહિતી આપનારું હોય છે. પરંતુ થોડા દિવસમાં જ તે વાસી થઈ જાય છે. ગ્રંથસ્થ થવાને તેની પાત્રતા રહેતી નથી, અને ગ્રંથસ્થ થાય તો પણ તે ઝાઝું સચવાતું નથી. છાપાંઓ, સાપ્તાહિકો અને અન્ય પ્રકારનાં ચોપાનિયાઓનું ઘણુંખરું સાહિત્ય આ પ્રકારનું હોય છે. તેમાંના કેટલાંકનું ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય કદાચ રહે તો રહે, પરંતુ એકદંરે તો સમય વીતતાં તે નિર્માલ્ય બની જાય છે. એક ચીની ફિલસૂફને કોઈકે પૂછ્યું, કે “તમે છાપાં કેમ વાંચતા નથી ?” તેણે કહ્યું, “છાપાં વાંચવાની મારે કંઈ જરૂર નથી, કારણ કે દુનિયામાં જે કંઈ મહત્ત્વની જાણવા જેવી ઘટનાઓ બને છે તેની માહિતી કોઈક ને કોઈક મારફત મોડી કે વહેલી મને મળી રહે છે. અને ન જાણવા જેવી જે કંઈ ઘટનાઓ વિશેની માહિતી છાપાંઓમાં આવે છે તેની મારે કંઈ જરૂર રહેતી નથી. એટલે છાપાંઓ વાંચવામાં મારો કીમતી સમય હું બગાડવા ઇચ્છતો નથી.” જગતમાં કેટલાયે મહાત્માઓ આ પ્રમાણે છાપાં-ચોપાનિયાં વાંચવામાં પોતાનો સમય નિરર્થક વ્યતીત કરવા ઇચ્છતા નથી હોતા. જેઓ રાજકારણમાં પડેલા હોય છે, જેઓ અમુક પ્રકારના વ્યવસાયમાં પડેલા હોય છે, જેઓ માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249498
Book TitleSwadhyaya
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size405 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy