________________
૨૩૨
જિનતત્ત્વ
કે તેમાં રહેલા તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવે તે ભદ્રા વાચના છે. પૂર્વાપર વિરોધની આવશ્યકતા રહિત સિદ્ધાંતોના અર્થનું કથન કરવામાં આવે તે જયા વાચના છે અને ક્યાંક ક્યાંક અલિત વૃત્તિથી વ્યાખ્યા કરવામાં આવે તે સૌમ્યા વાચના છે.
ગુરુ પાસેથી વાચનાદિ પ્રકારે સ્વાધ્યાય કરતી વખતે પ્રથમ મુંગા મૂંગા શ્રવણ કરી જવું પછી બીજી વાર શ્રવણ કરતી વખતે હોંકારો ભણવો વગેરે વિધિ જૈન શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે, અને યોગવિધિ (જોગ)સહિત સ્વાધ્યાયની વિધિ પણ દર્શાવવામાં આવી છે.
કેટલાક લોકો સ્વાધ્યાય કરતા હોય છે, પરંતુ તેમાં તેનું પ્રયોજન જો માત્ર વિદ્વત્તા કે પ્રસિદ્ધિ મેળવવા પૂરતું જ હોય છે તો તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ ખાસ કશું મૂલ્ય નથી અને તેનું ખાસ કશું ફળ મળતું નથી. શ્રદ્ધારહિત, ભાવરહિત કે રસરહિત કરેલો સ્વાધ્યાય નિરર્થક છે. જ્ઞાનધ્યાન માટે સ્વાધ્યાયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમાં શ્રદ્ધા અપેક્ષિત જ હોય છે. તે ન હોય તો “જ્ઞાનધ્યાન' જેવો શબ્દ જ તે માટે અપ્રસ્તુત બની જાય છે. આત્મપદને માટે હેય અને ઉપાદેય શું શું છે તેનો બોધ કરાવે અને ભેદજ્ઞાનમાં પરિણમે તેવો સ્વાધ્યાય જ જીવને માટે ઉપકારક નીવડે છે. સમ્યક્ત્વ સહિતનો સ્વાધ્યાય જ આત્માર્થીઓને વિશેષ ઉપકારક બને છે. અન્યથા તે માત્ર ભાર વહન કરવાની વેઠ જેવી બની રહે છે. એટલે જ કહેવાયું છે કે – “સંસારો વિદુ શાસ્ત્રમથ્યાત્મરદિતાના' – જેઓ અધ્યાત્મરહિત છે એવા વિદ્વાનો માટે તો શાસ્ત્ર એ સંસાર છે અને સંસાર એ શાસ્ત્ર છે.
જૈન શાસ્ત્રગ્રંથોમાં સ્વાધ્યાયની વિશિષ્ટ વિધિ દર્શાવવામાં આવી છે. ગમે ત્યારે ગમે તે વાંચવું એ સ્વાધ્યાય નથી. પરંતુ ગુરુ કે વડીલ જ્ઞાની પાસેથી વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે સ્વાધ્યાય છે. એને માટે નિશ્ચિત કાલ, સ્થળ, આજ્ઞા વગેરે દર્શાવવામાં આવ્યાં છે. વળી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની દષ્ટિએ કેટલાક નિષેધ ફરમાવવામાં આવ્યા છે. એવા સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરી શકાતો નથી. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પાસે મૃત કલેવર પડ્યું હોય, લોહી વગેરે અશુચિ હોય, આકાશમાં વીજળી થતી હોય વગેરે પ્રકારના અસ્વાધ્યાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ હોય ત્યારે સ્વાધ્યાય કરવાથી અસમાધિ, વ્યાધિ, કલહ, ઉપદ્રવ, વિયોગ વગેરે થવાનો સંભવ છે એવી અનુભવોને આધારે માન્યતા થયેલી છે. અલબત્ત એવા અસ્વાધ્યાય કાળમાં વાચના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org