________________
સિદ્ધ પરમાત્મા
૭૫
જીવનું લક્ષણ છે. અભવ્ય જીવોને નવ તત્ત્વમાંથી આઠ તત્ત્વ સુધી શ્રદ્ધા હોય છે, તેઓ ચારિત્ર લે છે અને સારી રીતે તેનું પાલન પણ કરે છે, પરંતુ અંતરમાં તેમને નવમા તત્ત્વની - સિદ્ધગતિની મોક્ષગતિની શ્રદ્ધા હોતી નથી.
--
-
સિદ્ધગતિમાં, મોક્ષપદમાં શ્રદ્ધા થવી એ ભવ્યપણાની નિશાની છે. જેમને એવી શદ્ધા છે તેમને માટે સિદ્ધ ભગવંતો પરમ વંદનીય છે.
:
આમ, અરિહંત પરમાત્માની જેમ સિદ્ધ ભગવંતો પરમાત્માને પણ નમસ્કાર ક૨વા જોઈએ. શ્રી અભયદેવસૂરિ ભગવતી સૂત્રની ટીકામાં લખે છે नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शन सुखवीर्यादिगुणयुक्त तयास्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन भव्यानामतीवोपकार हेतुत्वादिति ॥ |
[ સિદ્ધ ભગવંતો અવિનાશી એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી, સ્વવિષયમાં પ્રમોદનો ઉત્કર્ષ ઉત્પન્ન કરનારા હોવાથી તથા ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનારા હોવાથી નમસ્કાર કરવાને યોગ્ય છે. ]
સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાથી કેવા કેવા લાભ થાય છે, તે વિશે ‘આવશ્યક નિર્યુક્તિ’માં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે :
सिद्धाण नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो दोह पुणो बोहिलाभाए । सिद्धाण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तियावारओ होड़ || सिद्धाण नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहुसो || सिद्धाण नमुक्कारो सव्यपावप्पणासणी
'
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥
[ શ્રી સિદ્ધ પરમાત્માઓને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. તેઓને ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો વળી બોધિલાભને માટે થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ધન્ય પુરુષોના ભવનો ક્ષય કરનાર થાય છે. હૃદયમાં તેનું અનુકરણ કરવાથી દુર્ધ્યાનનો નાશ થાય છે. ]
શ્રી સિદ્ધ ૫૨માત્માને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે બહુવાર સતત કરવામાં આવે છે.
શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org