________________
૭૬
જિનતત્ત્વ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ].
કોઈક કદાચ પ્રશ્ન કરે કે મોક્ષે ગયેલા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો પછી “નમો મુત્તાણ'ને બદલે “નમો સિદ્ધાણં' બોલવાની શી જરૂર ? એનો ઉત્તર એ છે કે જીવનું લક્ષ્ય તો આઠ પ્રકારનાં કર્મનો અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરી સંસાર પરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનું છે. જે જીવો મુક્તિ પામ્યા છે તેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ સાચું. “મુક્ત” અને “સિદ્ધ” એ બે શબ્દો આમ તો સમાન અર્થવાળા છે. છતાં તે બંને વચ્ચે સૂક્ષ્મ અર્થભેદ છે. એટલે જ આપણે “નમો મુત્તાણં' નથી બોલતા, પણ “નમો સિદ્ધાણં' બોલીએ છીએ. સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત થવું અને અનંત ચતુષ્ટયી પ્રાપ્ત કરી સિદ્ધ બનવું એ બે વચ્ચે સમયાંતરનો ફરક છે. શ્રી સાગરાનંદસૂરિએ સમજાવ્યું છે કે જેલમાંથી છૂટવું એ કેદીનું પ્રથમ લક્ષ્ય હોય છે, પરંતુ છૂટ્યા પછી સ્વગૃહે આવીને રહેવાનો આનંદ ભોગવવો એ એનું અંતિમ લક્ષ્ય હોય છે. તેવી રીતે કાયારૂપી જેલમાંથી, સંસાર પરિભ્રમણમાંથી છુટવું એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં રહી અવ્યાબાધ સુખ અનુભવવું એ જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુvi' ને બદલે નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે.
નવકારમંત્રમાં આપણે પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જે જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધપદની જુદી આરાધના થાય છે. નવપદની આરાધનામાં અને વાસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધપદની આરાધના આવી જાય છે.
આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે. (મુદ્દે મુરાદ વર) જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલાં મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકાર મંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં' પદનું ધ્યાન મસ્તકમાં રહેલા સહસ્ત્રાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. હૃદયના સ્થાને અષ્ટદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કર્ણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવ ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org