________________
જિનતત્ત્વ
૭૪
ક્રમે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે. સાધુ ભગવંતો દ્વારા અને કેવલીપ્રણીત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધ દશામાં સિદ્ધશિલા ઉપર અનંત કાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે ? એનો ઉત્તર એ છે કે જો ખુદ અરિહંત ભગવંતો માટે પણ સિદ્ધ ૫૨માત્મા મંગલરૂપ છે તો આપણા માટે તો કેમ ન હોઈ શકે ? વળી સિદ્ધ ભગવંતો પોતાના સિદ્ધપણા દ્વારા આપણને મોક્ષમાર્ગ દર્શાવે છે. એ એમનો ઉપકાર પણ અનહદ છે. કોઈ મહાત્મા સૈકાઓ પૂર્વે થઈ ગયા હોય, આપણે એમને જોયા ન હોય તો પણ જો એમનું જીવન આપણે માટે પ્રેરણારૂપ બની જાય તો પરોક્ષ રીતે તેમનો આપણા ઉપર ઘણોબધો ઉપકાર થાય, તેમ સિદ્ધ ૫રમાત્માઓ અષ્ટકર્મનો ક્ષય કરી મુક્તદા દ્વારા આપણને પરોક્ષ રીતે સમજાવે છે, પ્રેરણા આપે છે અને તે તરફ ગતિ કરવાનું બળ આપે છે. આ રીતે સિદ્ધ પરમાત્મા આપણે માટે મંગળરૂપ અને વંદનીય છે.
કોઈકને પ્રશ્ન થાય છે કે સિદ્ધ પરમાત્માને કોણે જોયા છે ? સિદ્ધશિલા કોણે જોઈ છે ? કોણ ત્યાં જઈ આવ્યું છે ? માટે આ બધી વાતો માન્યામાં આવે એવી નથી. એના ઉત્તરમાં કહેવાનું કે વિશ્વમાં બધી જ બાબતો દૃશ્યમાન અને પ્રત્યક્ષ હોતી નથી. વર્તમાન વાસ્તવિક જીવનમાં પણ કેટકેટલી વાતો માટે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે, તે કહેનાર વ્યક્તિ કોણ છે તે મહત્ત્વનું છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ એમ કહેવાય છે. એટલે સર્વજ્ઞ ભગવંતોએ જે સિદ્ધ પરમાત્માની વાત કહી હોય તે માનવામાં આપણને કશો વાંધો ન હોઈ શકે. વળી, તેઓ એવી દાએ પહોંચેલા હોય છે કે અન્યથા કહેવા માટે તેમને કોઈ પ્રયોજન નથી. વળી, આકાશ સામે નજ૨ કરીએ છીએ તો એની અનંતતાનો ખ્યાલ આવે છે. એમાં રહેલી કેટકેટલી વસ્તુઓ વિશેની જાણકારી એ આપણી પહોંચ બહારની વાત છે. આવી અદૃષ્ટ, અગમ્ય વાત કોઈ આપણને પોતાની જ્ઞાનલબ્ધિથી કહે તો તે ન માનવા માટે કોઈ કારણ રહેતું નથી. તે માટે શ્રદ્ધા જોઈએ. બુદ્ધિ અને તર્ક કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર આ વિશ્વમાં ઘણું મોટું છે. પરંતુ તેવા જ્ઞાનીનો યોગ અને સમ્યક્ શ્રદ્ધા અત્યંત દુર્લભ મનાયાં છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ જીવમાં શ્રદ્ધા અને રુચિ ન થવાં એ અભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org