________________
જિનતત્ત્વ
સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પદાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુંપીવું, હરવુંફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુઃખનો અનુભવ થાય છે. આ સુખ-દુઃખને પણ મર્યાદા છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની. આ સુખ અનંત કાળ માટે અનુભવી શકાતું નથી. વળી, તેનો અતિભોગ પણ થઈ શકતો નથી. એના અનુભવમાં પરાધીનપણું છે. જ્યાં રોગ છે, આસક્તિ છે, તૃષ્ણા છે, અપેક્ષા છે, ઔત્સુક્ય છે ત્યાં તેના સંતોષથી આ સુખ અનુભવાય છે. પરંતુ તે સુખ કર્માધીન છે. ક્યારેક અનુભવની ઇચ્છા છતાં તે અનુભવવા ન મળે. ક્યારેક સુખ અનુભવવા જતાં, મધવાળી તલવાર ચાટવા જવાની જેમ, અતિશય દુ:ખ સહન કરવાનો વખત પણ આવે.
65
સિદ્ધગતિનું સુખ અક્ષય, આવ્યાબાધ, શાશ્વત છે. તે પુદ્ગલ પદાર્થ પર અવલંબતું નથી. તે સ્વ-સ્વભાવમાં રમણતારૂપ છે. શરીરરહિત અવસ્થાનું એ સુખ કેવું છે તે સમજાવવા માટે કે સરખામણી કરવા માટે જગતમાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિ નથી. ખુદ સર્વજ્ઞ ભગવંતો, એ સુખ કેવું છે તે જાણવા છતાં વર્ણવી શક્તા નથી. ભાષાનું માધ્યમ ત્યાં અપૂર્ણ છે. એ વર્ણવવા માટે ભાષાની શક્તિ પરિમિત છે. એ સુખ માત્ર અનુભવગમ્ય છે. ‘અપૂર્વ અવસર'માં શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
જ્યાં આસક્તિ, ઔત્સુક્ય, અપેક્ષાં, તૃષ્ણા, અપૂર્ણતા ઇત્યાદિ હોય છે ત્યાં ક્રિયાથી ઇન્દ્રિયગમ્ય આનંદનો અનુભવ થાય છે અને તે પણ અત્યંત પરિમિત પ્રકા૨નો, જ્યાં પૂર્ણતા છે, તથા આશા, તૃષ્ણા, અપેક્ષાનો અભાવ છે, ત્યાં ક્રિયાની કોઈ આવશ્યકતા કે અપેક્ષા રહેતી નથી. એટલે જ સિદ્ધતિમાં નિષ્ક્રિયતા નથી. ત્યાંથી બીજે ક્યાંય જવાની જરૂર નથી, જવાપણું રહેતું નથી. સિદ્ધત્વ એ જીવનો પારિણામિક ભાવ છે, એ જીવનો સ્વભાવવ્યંજન પર્યાય છે. વસ્તુત: અશરીર અવસ્થામાં, વિશુદ્ધ સ્વરૂપમાં રમણતાનો જે આનંદ છે તેની તોલે આવે એવો આપણો કોઈ જ આનંદ નથી. ઔપપાતિક (ઉવવાઈ) સૂત્રમાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org