________________
સિદ્ધ પરમાત્મા
ઉપ પ્રયોજન કે કારણ ? તેમની તેવી કર્મની ગતિ. સિદ્ધશિલા ઉપર ગયેલા સિદ્ધના પ્રકારના જીવો ત્યાં જ્યોતિરૂપે અનંત કાળ માટે નિષ્કપ, સ્થિર છે. એમને હવે નીચે ઊતરવાપણું, સંસારનું પરિભ્રમણ રહ્યું નથી. પરંતુ સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોનો ત્યાં સ્થિરવાસ નથી. કર્મવશ તેમને પણ નીચે ઊતરવાનું, સંસારમાં પરિભ્રમણ કરવાનું રહે જ છે. આવી રીતે એ પ્રકારના સંસારી જીવો અનંતવાર સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા હોવા છતાં અને સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોની લગોલગ હેવા છતાં, કર્મની ગતિને કારણે તેમને તેઓનો કશો લાભ મળતો નથી. વળી, સિદ્ધશિલા ઉપર કામણ વર્ગણાના પુદગલ પરમાણુઓ પણ હોવા છતાં સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોને તે સ્પર્શી શકતા નથી.
સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધશિલા ભલે પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ હોય, પણ ચૌદ રાજલોકની દૃષ્ટિએ એ અલ્પ પ્રમાણા ગણાય. એના ઉપર અનંત સિદ્ધાત્માઓ કેવી રીતે બિરાજમાન થઈ શકે ? વળી સિદ્ધગતિ તો નિરંતર ચાલુ છે એટલે કે નવા નવા સિદ્ધાત્માઓ ત્યાં પહોંચે છે. તો પછી એ બધાનો સમાવેશ ત્યાં કેવી રીતે થઈ શકે ? આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. એનો ઉત્તર એ છે કે સિદ્ધાત્માઓની અવગાહના
ત્યાં પરસ્પર વિરોધથી સમાઈ શકે છે. સિદ્ધાત્માઓ નિજ નિજ પ્રમાણ અમૂર્ત અવગાહનારૂપ હોય છે. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંધર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજાર કે વધુ દીવા મૂકવામાં આવે તો તેનો પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ શકે છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદશ્યમાન અવગાહનાની તો વાત જ શી ?
સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વત કાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહીં ? કશું કરવાનું નહીં ? એવી રીતે રહેવાનો કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ?
આવા આવા પ્રશ્નો થવા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org