SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જિનતત્વ જરૂર છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી “યમ” અને “નિયમ' એવા બે શબ્દો વપરાતા આવ્યા છે. વ્યવહારમાં પરસ્પરની અનુકૂળતા માટે વ્યક્તિ, સમાજ કે રાજ્ય દ્વારા નક્કી થયેલાં નિયંત્રણોને “નિયમ કહી શકાય. કેટલાંક નિયમો, નિયંત્રણ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થાય છે. માણસ સ્વેચ્છાએ પોતાના જીવનને માટે કેટલાંક નિયંત્રણ સ્વીકારી લે તેને “યમ” કહેવામાં આવે છે, મનુષ્યનું જીવન જેટલું યમપ્રધાન તેટલા નિયમો ZOOL $241 43. 'The best government is that which governs the least' એ યમપ્રધાન સમાજમાં શક્ય છે; પરંતુ મનુષ્યનું જીવન જેમ વધુ યમરહિત તેમ કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે રાજ્યને વધુ નિયમો ઘડવા પડે. જેમ નિયમો અને કાયદાઓ વધારે કરવા પડે તેમ સમાજમાં તેના ઉલ્લંઘનનું અને સરવાળે દંભ, અપ્રામાણિકતા અને કુટિલતાનું પ્રમાણ વધે અને એની ક્રિયાપ્રતિક્રિયા ઉત્તરોત્તર વધતી ચાલે. ભારતીય સંસ્કૃતિ ઉપભોગ-પ્રધાન નહિ, પરંતુ સંયમ-પ્રધાન રહી છે. ઈશાવાસ્યકથિત તેન ચન મુની એ એનો મંત્ર છે. ત્યાગ અને સંયમ ઉપર દુનિયાના બધા જ ધર્મોમાં ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પીરસ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને સંયમનો મહિમા વિશેષ છે. સ્કૂલ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભૌતિક સુખમાં જ એકંદરે મોટા ભાગનાં મનુષ્યો રચ્યાંપચ્યાં રહે છે. સારું કમાવું, સારું ખાવુંપીવું, સુંદર વસ્ત્રો પરિધાન કરવાં, સરસ સજાવેલા ઘરમાં રહેવું, ખૂબ હરવું-ફરવું, મહેફિલોની મોજ માણવી, સ્વજનો, મિત્રો, સંબંધીઓ સાથે મળીને વ્યવહારના પ્રસંગો ઊજવવા ઇત્યાદિમાં જ જીવનનું પરમ ધ્યેય સમાપ્ત થઈ જતું હોય એવું અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ ઇન્દ્રિયાર્થ પદ્યર્થ દ્વારા મળતું સુખ પૂલ અને ક્ષણિક છે, બકે સુખાભાસ છે, એવી પ્રતીતિ થાય અને ત્યાગ અને સંયમમાં રહેલું સુખ વધુ ચડિયાતું છે એવો જેને ઊંડો અનુભવ થયો હોય તે જ એ પ્રકારના સુખનું સાચું મૂલ્ય સમજી શકે. સંયમ એટલે સમ્યફ યમ. અર્થાત્ રસ અને રુચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક્ યમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249495
Book TitleSanyamno Mahima
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size307 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy