SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ હોવાના કારણે સાધુ પ્રત્યે આદરભાવ સચવાય નહિ. સાધુએ ગર્ભવતી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ગોચરી ન વહોરવી જોઈએ. સાધુઓએ જે ઘરમાં પુરુષ વર્ગ હાજર હોય નહિ અને યુવતી કે યુવતીઓ હોય તેવા ઘરે એકલા વારંવાર જવું નહિ, અને જવું પડ્યું હોય તો નીચી દૃષ્ટિ રાખી ગોચરી વહોરી લેવી જોઈએ. ગોચરીને નિમિત્તે મહિલાવર્ગ સાથે વાત-વ્યવહાર ન વધે એ પ્રત્યે સાધુઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ગોચરી તેમના સંયમિત જીવનને પોષનારી, શોભાવનારી બનવી જોઈએ, તેમને પ્રમાદી કે પતિત કરનારી નહિ. એટલા માટે સાધુઓએ રોજ જુદી જુદી દિશામાં જુદા જુદા ધરે ગોચરી વહોરવા જવું જોઈએ, જેથી અમુક જ ઘર કે ભક્ત પ્રત્યે અનુરાગ જન્મે નહિ. “પંચાશક' ગ્રંથમાં “પિડવિધાન” વિશે કહ્યું છે કે જે સાધુ દોષરહિત ભાત પાણી ગ્રહણ કરીને સંયમનો રાશિ એકત્ર કરે છે તે સાધુ ભવવિરહ(સંસારનો વિચ્છેદ - મોક્ષ)ને શીધ્રપણે પ્રાપ્ત કરે છે. તેવું સંભાવે सो भवविरहं लहु लहति । સાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને ક્યારે ન જવું, ક્યાં ક્યાં જવું અને ક્યાં ક્યાં ન જવું, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવું, કેવો આહાર ગ્રહણ કરવો અને કેવો ગ્રહણ ન કરવો, ભિક્ષાન તરીકે પોતાને અપાતો આહાર જોઈને મનમાં કેવા કેવા ભાવો ન આણવા, કેવા કેવા માયાચાર ન કરવા – ઇત્યાદિને લગતી વિગતવાર છણાવટ આચારાંગસૂત્ર'ના બીજા ખંડમાં, “કલ્પસૂત્રમાં તથા “પંચાશક' આદિ અન્ય ગ્રંથોમાં કરવામાં આવી છે. સાધુઓએ સાત પ્રકારની પિડેષણા અને સાત પ્રકારની પાનપણાનું પાલન યથાશક્તિ કરવા ઉપર પણ બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાનું સંયમી જીવન આત્મસાધનાર્થે ટકાવી રાખવા માટે જ આહારની જરૂર હોવાથી પારકા ઘેરથી ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુના મનમાં દીનતાનો કે લાચારીનો ભાવ ક્યારેય આવવો ન જોઈએ. પોતાને યોગ્ય (સૂઝતો-કલ્પનીય) આહાર ન મળે તો સાધુએ શોક કે ખેદ ન કરવો જોઈએ. ક્યારેક ભૂખ્યા રહેવાનો વખત આવી પડે તો તે સુધાને, પરીષહ સમજીને, કર્મનિર્જરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઈએ. સારો આહાર મળતાં સાધુએ હર્ષિત ન થવું જોઈએ કે મળેલા વિવિધ પ્રકારના આહાર વિશે બીજા સાધુઓ પાસ પ્રશંસા, છણાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249494
Book TitleSanyamni Sahachari Gochri
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size323 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy