________________
૨૧
સંલેખના (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ, (૪) બલાયમરણ, (૫) વશામરણ, (ક) અંત:શલ્યમરણ, (૭) તભવમરણ (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) હાયસમરણ, (૧૪) ગૃધ્રપૃષ્ઠમરણ (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇંગિનીમરણ, (૧૭) પાદપોપગમનમરણ. આ બધા પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે.
જે માણસોનાં જીવનમાં કોઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું નથી અને મૃત્યુ આવતાં જેઓ અત્યંત ભયભીત થઈ જાય છે અને આરૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમરણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મોટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસો અચાનક મૃત્યુ પામે છે તે માણસો સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય છે.
જે માણસોનું જીવન સંયમપૂર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂર્વે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે, દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કુદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કોઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પોતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તો ધ્યાનમાં, કાઉસગ્નમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પોતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે.
જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતા હોય છે એવા માણસો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે.
આમ બાલમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કોટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમરણ, બાલપંડિતમરણ, પંડિતબાલમરણ, પંડિતમરણ, પંડિતપંડિતમરણ એવું વર્ગીકરણ પણ કરે છે. વસ્તુત: એમાં શુભ કે અશુભ ધ્યાનની તરતમતા અંત સમયે કેટલી હોય છે તેના ઉપર તે મરણના પ્રકારનો આધાર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org