SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ જિનતત્ત્વ આનંદિત થવું, (૫) પાર પાડવું, સામે કિનારે પહોંચાડવું (૬) અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી આપવું. ‘પર્વ’ શબ્દના અર્થ થાય છે : (૧) ઉત્સવ (૨) ગાંઠ (૩) પગથિયું (૪) સૂર્યનું સંક્રમણ (૫) ચંદ્રની કલાની વૃદ્ધિ અનુસાર આઠમ, ચૌદસ, પૂનમ જેવી તિથિઓ, આમ ‘પર્વ’ શબ્દ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ભરી દેવાનું સૂચન કરે છે. વળી ‘પર્વ’ દ્વારા વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ, ઉત્તરોત્તર ઊંચે ચડવું, જે પ્રાપ્ત થયું છે તેનું સંરક્ષણ કરવું, સામે પાર અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું, વગેરે અર્થ થાય છે. એ પ્રત્યેક અર્થ ‘આરાધના'ની દૃષ્ટિએ, વિશેષત: ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત સૂચક અને મહત્તવનો છે. ‘પર્વ’ શબ્દ મુખ્યત્વે ઉત્સવના અર્થમાં વપરાયો છે. ઉત્સવનો અર્થ પણ જુદા જુદા દૃષ્ટિકોણથી ધટાવી શકાય છે. પરંતુ ‘પર્વ’ શબ્દ સામાન્ય રીતે ધાર્મિક ઉત્સવો માટે સવિશેષ વપરાય છે. ધાર્મિક ઉત્સવોમાં ભોગોપભોગના આનંદ કરતાં ત્યાગ, સંયમ, દાન વગેરેનો મહિમા વધારે હોય છે. સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રકારના તહેવારો કરતાં ધાર્મિક ઉત્સવોનું મૂલ્ય વધુ છે કારણ કે તે માનવજીવનને સવિશેષ બળ આપે છે. જો ધાર્મિક ઉત્સવ સાચી રીતે ઊજવવામાં આવે તો તે માનવજીવનને ઉત્કર્ષ તરફ લઈ જાય છે. ઉત્સવ એટલે જ આનંદમય ઉત્કર્ષ, એ એની સાચી વ્યાખ્યા છે. કેટલાક લોકો ધાર્મિક ઉત્સવને જુગાર, મદિરાપાન કે અન્ય પ્રકારની ભોગવિલાસની પ્રવૃત્તિઓથી વિકૃત કરી નાખે છે તેની અહીં વાત નથી. તેવા લોકો તો થોડા અને અપવાદરૂપ હોય છે. કેટલાક લોકો માત્ર જડતાપૂર્વક, ગતાનુગતિક રીતે, ગાડરિયા પ્રવાહની જેમ, સમજણબુદ્ધિના અભાવથી, માત્ર અર્થહીન બાહ્ય ક્રિયાકાંડપૂર્વક ઉત્સવ ઊજવતા હોય છે. પરંતુ તેવો વર્ગ તો હંમેશાં રહેવાનો જ. એટલા માટે પર્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. પર્વની આરાધના દ્વારા થોડા લોકો પણ જો કશુંક મૂલ્યવાન, ચિરંજીવી તત્ત્વ પામી શકે અને મળેલા જીવનની કૃતાર્થતા અનુભવી શકે તો પણ પર્વોનું આયોજન સાર્થક છે એમ કહી શકાશે. છેક પ્રાગૈતિહાસિક કાળથી ધાર્મિક પર્વોનું આયોજન થતું આવ્યું છે. સમુદાયમાં રહીને, સમુદાયની સાથે જો આરાધના કરવાની હોય અને તે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249482
Book TitleParvaradhna
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Pious Days
File Size296 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy