________________
પર્વાધિરાજ પર્યુષણ – ૧ હતા. પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી કે જેથી તેઓ પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદ પામ્યા અને મુક્તિપદ પ્રાપ્ત કરશે.
પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-પરિપાટી (આસપાસનાં જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્ર' સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી – એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુમહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનનો -- મહોત્સવ કરવો વગેરે આવશ્યક મનાય છે.
આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલ્પસૂત્ર' વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓનાં વિશેષ કર્તવ્ય મનાય છે.
અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફલવતી માનવામાં આવે છે. બીજી બાજુ પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કે :
अन्य दिने कृतं पापं पर्वदिने विनश्यति।
पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति।। એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે; દેવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ “પર્યુષણમહાપર્વ-મહાભ્યની સઝાય'માં કહ્યું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org