SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જિનતત્ત્વ પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આરાધના કરવાની હોય છે. ‘પર્યુષણા’ શબ્દનો લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે જૈનોના શ્વેતામ્બર વર્ગમાં પર્યુષણને ‘અઠ્ઠાઈ મહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસ્તી હોય છે ત્યાં કેટલાંયે માણસો એવાં મળશે કે પર્યુષણના આઠેય દિવસ ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાસંદ કે તેથી વધુ દિવસના પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો – સંવત્સરીનો એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું - એકટાણું કરે છે. – પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન – એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષત: જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજવાળું કે વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીરસ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249480
Book TitleParvadhiraj Paryushan 01
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages4
LanguageGujarati
ClassificationArticle, Pious Days, & Paryushan
File Size274 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy