________________
પર્વાધિરાજ પર્યુષણ - ૧
અનેક માણસો જ્યારે પોતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : ઉત્સવપ્રિયા: રવ મનુષ્કા: 1
માનવજાતે વ્યક્તિ અને કુટુંબ, રાષ્ટ્ર અને વિશ્વ, જન્મ અને મૃત્યુ, આરંભ અને પૂર્ણાહુતિ, ઋતુઓ અને તિથિઓ ઇત્યાદિ ઘણા વિષયોને અનુલક્ષીને ઉત્સવોનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરુષો, ધર્મપ્રસંગ ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની યોજના થઈ છે. સંદર્ભો બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવો કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવો પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે.
જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ” કે “પોષણ” એવા તભવ નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ, પર્વાધિરાજ તરીકે, લોકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે.
પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જેવો એનો મહિમા તેવી એની ઉજવણી. કેટલાંક પર્વોમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિધવિધ વાનગીઓના ઉપભોગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદોલ્લાસ વ્યક્ત થતો હોય છે, તો કેટલાંક પર્વોમાં ધાર્મિક અનુષ્ઠાનો, વિધિવિધાનો, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, ઘન અને દયા વગેરે દ્વારા સાદાઈપૂર્વક આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા લોકહૃદયમાં કેવો અને કેટલો છે તે એ દિવસની લોકોની પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે.
પર્યુષણ” શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે “પર્યુષણા;' સંસ્કૃત પર + ૩સTI (૩૫) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org