________________ પ0 જિનતત્ત્વ જિનપ્રતિમાની સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં પણ કાઉસગ્ગ કરી શકાય છે. કાયોત્સર્ગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષોનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા 16 પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે “ઘોટકાદ અતિચાર' એટલે કે ઘોડો જેમ થાક ખાવા એકાદ પગ ઊંચો રાખીને ઊભો રહે છે તેવી રીતે ઊભા રહેવું; કુયાશ્રિત' એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું; “કાકાવલોકન' એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ગ કરવો; લતાવક્ર એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી ઝૂલે છે તેવી રીતે શરીરને હલાવતાં કાઉસગ્ન કરવો. આવા અતિચારો ન લાગે તેવો કાઉસગ કરવો જોઈએ. કાઉસગ્ગ એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ગ દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે, શરીર તથા મન તનાવમુક્ત બને છે. કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્યકાઉસગ્ગ કે ભાવ-કાઉસગ્ગ અસરકારક ઇલાજ બની રહે છે. . આમ, કાઉસગ્ગ અને કાઉસગ્ન-ધ્યાન વિશે જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી. સામાન્ય રીતે લોકોનો વિશાળ સમુદાય બાહ્ય તપ કરનારો હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ બાન અને કાઉસગ્ગ ઉપર એટલો જ, બલકે એથી પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિઓ ઓછી રહેવાની એ તો દેખીતું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org