SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્ગ I ‘કાઉસગ્ગ’ શબ્દ સંસ્કૃત શબ્દ ાયોત્સર્ડ ઉપરથી આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. વ્યાવસ્ય ઉત્સર્ગ: હ્રાયોત્સર્ગ: ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી – ત્યજી દેવી. અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી, જૈન શાસ્ત્રગ્રંથોમાં કાયોત્સર્ગ ઉપરાંત ત્સર્જ શબ્દ પણ વપરાયો છે. વ્યુત્તń એટલે વિશેષપણે છોડી દેવું. વ્રૂત્સર્જી ઉપરથી અર્ધમાગધી ‘ઉસગ્ગ’ શબ્દ આવેલો છે. કાઉસગ્ગની વ્યાખ્યા શાસ્ત્રકારો નીચે પ્રમાણે આપે છે : (૧) યેહૈં મમનિરાસઃ વ્હાયોત્સર્જ: } અથવા (२) परिमितकालविषया शरीरे ममत्वनिवृत्तिः कायोत्सर्गः । કાઉસગ્ગમાં નિયત અથવા અનિયત સમય માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે. ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર આત્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આપ્યંતર તપના પ્રકાર નીચ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249459
Book TitleKausagga
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy