SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે જૈન ધર્મની ભૌગોલિક સીમાઓ ઉત્તરોત્તર વિસ્તરતી અને વિકસતી જાય છે. એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં જાતે ફરીએ તો ખ્યાલ આવે કે “અહો, જૈનો ક્યાં ક્યાં જઈને વસ્યા છે !' જૈનોની વૈશ્યવૃત્તિ એમને વખતોવખત સ્થળાંતર કરાવતી રહે છે. બીજી બાજુ એમનામાં રહેલા ધર્મસંસ્કારે એમને પોતાનું અનોખું વ્યક્તિત્વ જાળવી રાખવામાં સહાય કર્યા કરી છે. વિદેશોમાં વસતા જૈનો બહુધા સાધનસંપન્ન હોવાથી છેલ્લા ત્રણ-ચાર દાયકાથી તેઓ પોતાના ધર્મસંસ્કારની જાળવણી માટે વધુ સક્રિયપણે જાગૃત બન્યા છે. વિદેશમાં રહેવાથી ધર્મસંસ્કારો ભુંસાઈ જાય છે એ ખ્યાલ હવે કાલગ્રસ્ત બની ગયો છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ઇત્યાદિના સર્વસ્વીકાર્ય તત્ત્વોને કારણે વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા ધરાવનાર જૈન ધર્મનો વૈશ્વિક સ્તરે હવે ઠીક ઠીક પ્રચાર થઈ રહ્યો છે. સહકાર, સંવાદિતા, સહિષ્ણુતા, સંયમ અને શાન્તિમાં માનનાર જૈન ધર્મ સૌ કોઈને વહાલો લાગે એવો છે. ઇગ્લંડમાં હાલ જૈનોની જે વસતિ છે એમાંની મુખ્ય આફ્રિકાના યુગાન્ડા, કેનિયા અને ટાન્ઝાનિયાથી આવેલી છે. એમનાં સંતાનોની નવી સુશિક્ષિત પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી અભ્યાસાર્થે ગયેલા અને પછી ત્યાં સ્થિર થઈ ગયેલા જૈનોનું પ્રમાણ સૌથી વિશેષ છે. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વસતા જૈનોમાં થોડો કક્ષાભેદ જણાશે. આફ્રિકામાં ગયેલા જૈનો નોકરી-ધંધા માટે ગયેલા, મહાજન રચીને રહેલા છે. ભારતની જેવી જ રહેણીકરણી ત્યાં લાગે. રહેવાનું પણ પાસે પાસે. શિખરબંધી જિનાલય, મોટી મહાજનવાડી વગેરે ભારતની યાદ અપાવે. ઇંગ્લેન્ડમાં જૂની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249454
Book TitleJain Dharm Vaishwik Stare
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size317 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy