________________
ધર્મધ્યાન
૨૦૫ અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવાનની વાણી સમજાતી નથી કે સમજવાની રુચિ થતી નથી.J.
જેઓ નિ:સ્વાર્થ છે, નિ:સ્પૃહ છે, પરહિતચિંતક છે, લોકકલ્યાણની ભાવનાવાળા છે, શુદ્ધ છે, કપટરહિત છે, સમતાધારક છે એવા મહાત્માઓનાં પ્રિય વચનો કેટલાક માણસો આજ્ઞાની જેમ ઉઠાવવા તત્પર બને છે. કોઈ સંતમહાત્મા પાણી માગે તો તેમને પાણી આપવા દસ જણાં દોડાદોડી કરે, અને જેને પાણી આપવાનો લહાવો મળે તે પોતાની જાતને ધન્યભાગ્ય માને. સંતના વચનોને તેઓ આજ્ઞાની જેમ ધારણ કરે છે. એવી રીતે તીર્થકર પરમાત્માએ અર્થાત્ જિનેશ્વર ભગવાને કહેલાં વચનો અનેક જીવો આજ્ઞાની જેમ જીવનમાં ઉતારે છે. એમાં તાબેદારી નથી, અનિચ્છા નથી, કષ્ટ નથી અને હોય તોય તે ઇષ્ટ અને પ્રિય છે, સ્વહિતકર છે. એથી જીવનમાં કૃતાર્થતા, ધન્યતા અને ઉલ્લાસ અનુભવાય છે. અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું છે ? જ ઇચ્છહ પરમપમય
અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે તા તેલકુદ્ધરણે
જિણવયણે આયર કુણહ. જો તમે પરમપદ એટલે મોક્ષની ઇચ્છા કરતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી કીર્તિને ઇચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનોનો આદર કરો.. અપાયરિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “ધ્યાનશતકમાં લખે છે :
रागदोसकसाया - सवादिकिरियासुवट्टमाणाणं-।
_इहपरलोयावाए झाइज्जा वज्जपरिवज्जो।। રિાગ, દ્વેષ, કષાય, આસવ આદિ ક્રિયામાં વર્તતા જીવને લોકમાં અને પરલોકમાં કેવાં દુ:ખો પડે છે તેનું ચિંતન કરવું.)
અપાય એટલે કષ્ટ અથવા પીડા. જીવને વિવિધ કારણોને લીધે જે દુઃખ અનુભવવું પડે છે તેનો વિચાર કરતાં કરતાં ધર્મધ્યાન ધરનારે પોતાના શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય એવા આત્મસ્વરૂપનું વારંવાર ચિતવન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org