________________
૨૦૨
રૌદ્રધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે :
(૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) પરિગ્રહાનુબંધી.
જ્યાં સુધી જીવનમાં અહમ્ અને મમત્વ ધણો મહત્ત્વનો ભાગ ભજવે છે, રાગ અને દ્વેષની ઉગ્ર પરિણતી ચાલ્યા કરે છે ત્યાં સુધી આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનના પ્રસંગો વારંવાર બન્યા કરે છે.
જિનતત્ત્વ
આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તનાર જીવ અનેક પ્રકારનાં દુ:ખ અનુભવે છે અને ચાર ગતિરૂપ સંસારમાં તેનું પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. અશુભ ધ્યાનમાં વર્તતો જીવ પાંચમા કે વધુમાં વધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. એવા અશુભ ધ્યાનમાં ચિત્તની લેશ્યાઓ પણ અશુભ એટલે કે કૃષ્ણ, કાપોત અને નીલ એ ત્રણ પ્રકારની સંભવે છે.
શુભધ્યાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ અનુક્રમે ચડિયાતાં ધ્યાન છે. ધર્મધ્યાન ઐહિક જીવનમાં સુખશાંતિ પમાડનાર અને પરંપરાએ શુધ્યાન તરફ લઈ જનાર છે.
ધર્મધ્યાનના ચાર પેટાપ્રકાર છે : (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિષાકવિચય અને (૪) સંસ્થાનવિચય.
શુક્લધ્યાનના પણ તેવી રીતે ચાર પેટાપ્રકાર દર્શાવવામાં આવ્યા છે : (૧) પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર, (૨) એકત્વ વિતર્ક સપ્રવિચાર, (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ અને (૪) ઉચ્છિન્ન ક્રિયાનુવૃત્તિ.
જે ધ્યાન ધર્મથી યુક્ત હોય એ ધ્યાનને ધર્મધ્યાન કહી શકાય. પરંતુ ધર્મ શબ્દ અત્યંત વ્યાપક અને ગહન છે. જૈન ધર્મ અનુસાર દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મ મોક્ષમાર્ગરૂપ છે. તેમાં પણ પંચ પરમેષ્ઠિની ભક્તિ, તદનુસાર અનુષ્ઠાનો, અહિંસાદિ પાંચ મહાવ્રતો, સમિતિ અને ગુપ્તિ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે આરાધના, ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ ઇત્યાદિ વિવિધ વિષયોનો સમાવેશ ધર્મના વિષયમાં કરાય છે. કર્મક્ષય કરવામાં ઉપયોગી અને નવાં અશુભ કર્મબંધનો થતાં અટકાવનાર જે જે સાધન કે ક્રિયા છે તે બધાંનો પણ ધર્મના વિષયમાં સમાવેશ થાય છે.
જ્યાં સુધી આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન જાય નહિ ત્યાં સુધી ધર્મધ્યાન જલદી આવતું નથી. બીજી બાજુ જીવનમાં ધર્મધ્યાનને લાવવાનો જેમ જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org