________________
૨૦૦
જિનતત્વ
ઉપર અને બીજા પદાર્થ ઉપરથી ત્રીજા પદાર્થ ઉપર સહજ રીતે ગતિ કરે છે ત્યારે તેને ભાવના, ચિંતા કે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. એક મત પ્રમાણે ચિત્ત જ્યારે ચિંતા અને ભાવના દ્વારા કોઈ એક પદાર્થમાં સ્થિર થઈ ગયા પછી પાછું ફરે છે અને તે વખતે પદાર્થોનું જે પુનચિંતન કરે છે તેને અનુપ્રેક્ષા કહે છે. અનુપ્રેક્ષા શબ્દના આધારે પણ આવો અર્થ ઘટાવવામાં આવે છે. અનુપ્રેક્ષામાં સામાન્ય રીતે વૈરાગ્યની અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન સવિશેષ હોય છે. એવી અનુપ્રેક્ષા પણ જ્યારે કોઈ એક ભાવનામાં સ્થિર થઈ જાય છે ત્યારે તે ફરી પાછી ધ્યાનમાં પરિણમે છે. એટલા માટે કેટલાક મહર્ષિઓ અનુપ્રેક્ષાનો પણ ધર્મધ્યાનમાં સમાવેશ કરે છે.
ધ્યાનવિચાર' નામના ગ્રંથમાં ધ્યાનના નીચે પ્રમાણે ચોવીસ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે :
(૧) ધ્યાન, (૨) પરમ ધ્યાન, (૩) શૂન્ય, (૪) પરમ શુન્ય, (૫) કલા, (૯) પરમ કલા, (૭) જ્યોતિ, (૮) પરમ જ્યોતિ, (૯) બિન્દુ, (૧૦) પરમ બિન્દુ, (૧૧) નાદ, (૧૨) પરમ નાદ, (૧૩) તારા, (૧૪) પરમ તારા, (૧૫) લય, (૧૭) પરમ લય, (૧૭) લવ, (૧૮) પરમ લવ, (૧૯) માત્રા, (૨૦) પરમ માત્રા, (૨૧) પદ, (૨૨) પરમ પદ, (૨૩) સિદ્ધિ, (૨૪) પરમ સિદ્ધિ.
ચિત્તની વિવિધ અવસ્થાઓ, ધ્યાનમાં જવા માટે શ્વાસોશ્વાસ, નાડીઓ, દૃષ્ટિ વગેરેની પ્રક્રિયા, ધ્યાનના આલંબનરૂપ વિષયો અને તેમાં ચિત્તની લીનતા, ધ્યાન વખતે શરીરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સૂક્ષ્મ નાદનું શ્રવણ, કર્મક્ષયની પ્રક્રિયા, ગુણસ્થાનક, પંચપરમેષ્ઠિના રૂપમાં પોતાના આત્માનું ચિંતન, સિદ્ધાત્માઓના ગુણનું ચિંતન ઇત્યાદિ અનુસાર ધ્યાનના આ ચોવીસ પ્રકારના પણ ઘણા જુદા જુદા પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. ધ્યાનનો વિષય અત્યંત વિશાળ, ગહન, સૂક્ષ્મ છે અને એમાં અનેક પ્રકારની અનુભૂતિઓ રહેલી છે. શ્વાસોશ્વાસનું અવલોકન, ચિત્તમાં પસાર થતા વિચારોનું અવલોકન, આત્માની વિભિન્ન અવસ્થાઓનું અવલોકન, પરમ સમાધિ, નિર્વિકલ્પતા, શૂન્યતાનો અનુભવ વગેરેનો સમાવેશ ધ્યાનના વિષયમાં આવી જાય છે.
ધ્યાનનો માર્ગ અત્યંત ગહન છે. અનુભૂતિનો એ વિષય છે. ધ્યાનનો અભ્યાસ કરનાર બધા જ ધ્યાતાઓની અનુભૂતિ એકસરખી ન હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org