SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જિનતત્ત્વ બીજાએ આ કૃત્ય કરવાનું હોય છે. euthanasial અને mercy killing વચ્ચે થોડો અર્થફેર હશે, તો પણ એકબીજાના પર્યાય તરીકે તે વપરાય છે. માનવીને જેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર હોવો જોઈએ તેમ સન્માનપૂર્વક કે ગૌરવપૂર્વક જીવનનો અંત લાવવાનો-મરવાનો અધિકાર પણ હોવો જોઈએ, એ તર્ક સાચો હોય તોપણ દયાપ્રેરિત હત્યાની બાબતમાં એ તર્ક કેટલો સાચો છે અને કેટલો ભ્રામક છે એ વિચારણીય છે. મનુષ્ય પોતાના જીવનનો માલિક છે. એ અર્થમાં પોતાના જીવનનો અંત આણતાં એટલે કે આત્મહત્યા કરતાં એને રોકવાનું સહેલું નથી. આત્મહત્યાના સ્વરૂપનો અને એનાં વિવિધ પાસાંઓનો વિચાર અહીં કરવા જતાં લેખ ધણો મોટો થઈ જશે, એટલે તેની વિચારણા ન કરતાં, કોઈક વ્યક્તિ દયાના ભાવથી પ્રેરાઈને અન્ય વ્યક્તિની હત્યા કરે તો તે કેટલે અંશે યોગ્ય છે - ફક્ત તેનો વિચાર માત્ર કેટલીક અપેક્ષાએ અહીં કરીશું. હવે તો મોત આવે તો સારું, કે જેથી જલદી છૂટાય'-એવો ભાવ કે વિચાર જ્યારથી માનવજાતમાં જન્મ્યો હશે ત્યારથી એટલે કે હજારો વર્ષથી અથવા આદિકાળથી એક અથવા અન્ય પ્રકારે આ પ્રકારની વિચારણા થતી આવી છે. દયાપ્રેરિત હત્યા એ શબ્દો જ કેટલાકની દૃષ્ટિએ પરસ્પરવિરુદ્ધ છે. જ્યાં હત્યા છે ત્યાં દયા હોઈ શકે નહિ અને જ્યાં સાચી દયા છે ત્યાં વ્યક્તિની હત્યાનો ભાવ જન્મી શકે નહિ. એટલે આ વિષયને દયાપ્રેરિત હત્યાને બદલે ‘નિર્દયતા-પ્રેરિત હત્યા” તરીકે જ દર્શાવવો જોઈએ એમ કેટલાકને લાગે છે. હત્યા શબ્દમાં ક્રૂરતાનો ભાવ હોવાને કારણે કેટલાક લોકો ‘દયાપ્રેરિત મૃત્યુ એવો શબ્દપ્રયોગ કરે છે, પરંતુ એ શબ્દપ્રયોગ ભ્રામક નીવડવાનો સંભવ છે, કારણ કે ત્યાં સ્વાભાવિક મૃત્યુની વાત નથી, પરંતુ બીજા કોઈક દ્વારા અચાનક જીવનનો અંત આણવાની વાત છે. એટલે એ માટે “મૃત્યુ” કરતાં હત્યા' શબ્દ વધુ યોગ્ય મનાય છે. દયાપ્રેરિત હત્યાના કિસ્સાઓમાં પણ જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી શકે છે, જેમ કે (૧) અસહ્ય પીડા ભોગવતી બીમાર વ્યક્તિના જીવનનો અંત આણવાનો નિર્ણય એવી વ્યક્તિની આજીજીપૂર્વકની વિનંતીથી, એની પૂરેપૂરી સંમતિથી કરવામાં આવે. (૨) બીમાર વ્યક્તિ મંદ બુદ્ધિની હોય, એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249449
Book TitleDayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size441 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy