________________
૩૯૪
જિનતત્ત્વ
માન્યતા એવી છે કે વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર અને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન એવા વીસ તીર્થંકરો એમ મળી કુલ ૪૪ તીર્થંકર થાય છે. એટલે ૪૪ની સંખ્યાને લક્ષમાં રાખીને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તોત્ર’ અને ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ - આ બંનેની રચના થયેલી છે. ‘ભક્તામર સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનનો પ્રથમ જિનેન્દ્ર તરીકે આરંભમાં નિર્દેશ થયો છે એટલું જ. એ સિવાય કોઈ પણ તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપ એ રચના ગાઈ શકાય એવી છે અને ગવાય પણ છે. વર્તમાન સમયમાં આરાધ્ય એવા ૪૪ તીર્થંકરો હોવાથી ૪૪ની બ્લોકસંખ્યા યોગ્ય છે એમ શ્વેતામ્બર પરંપરા માને છે.
‘ભક્તામર સ્તોત્ર’ ચમત્કારયુક્ત ગણાયું છે. તેની સાથે લબ્ધિ, ઋદ્ધિની વાત પણ સંકળાયેલી છે. અને લબ્ધિઋદ્ધિ માટે ‘ભક્તામર સ્તોત્ર'નું યંત્રસહિત વિધિવત્ પૂજન થતું આવ્યું છે. અને લબ્ધિઋદ્ધિની સંખ્યા ૪૮ હોવી જોઈએ એવો દિગમ્બર મત છે.
‘ભક્તામર સ્તોત્ર’ની રચના થયાને આશરે ૧૩૦૦ થી ૧૫૦૦ વર્ષ થઈ ગયાં. વિક્રમના સાતમા સૈકામાં કે તે પહેલાં માનતુંગસૂરિ થયા હોવાનું મનાય છે. ‘ભક્તામર સ્તોત્ર”ની પ્રાચીનતમ જે હસ્તપ્રત મળે છે તે બધી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકોની સંખ્યા મળે છે. વિ. સં. ૧૪૨૬માં ગુણાકરસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર'ના પ્રત્યેક શ્લોક ઉપર તેનો મહિમા દર્શાવતી એક-એક કથા આપેલી છે. એવી કથાની સંખ્યા ૪૪ શ્લોકો પ્રમાણેની ૪૪ છે. ‘ભક્તામર સ્તોત્ર’ના ૪૮ શ્લોક દર્શાવતી હસ્તપ્રતો અને તેના ઉપર ૪૮ કથાઓ આપવામાં આવી હોય તેવી અને તેના પૂજન માટે ૪૮ યંત્ર દર્શાવતી હસ્તપ્રતો ૨૦૦- ૩૦૦ વર્ષથી વધુ પ્રાચીન નથી. દિગમ્બર પરંપરામાં રાયમલ બ્રહ્મચારીએ ‘ભક્તામર કથા સંગ્રહ'ની રચના કરી છે. તેમાં ૪૮ શ્લોક છે અને તેના ઉપરની ૪૮ કથા આપવામાં આવી છે. પરંતુ એ રચના ૩૫૦ વર્ષથી પ્રાચીન નથી. એટલે કે ‘ભક્તામર સ્તોત્ર'ની રચના થયા પછીનાં બારસો વર્ષના ગાળામાં જુદા જુદા સમયની મળતી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકનો જ ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, શુભશીલગણિ, ઉપાધ્યાય યશોવિજયજી વગેરે કોઈએ ‘ભક્તામર સ્તોત્ર'ના ૪૮ શ્લોકનો ઉલ્લેખ કર્યો નથી.
‘ભક્તામર સ્તોત્ર’ની ૪૪ ગાથાની કૃતિમાં કોઈ ગાથાનો પાઠફેર જોવા મળતો નથી. એટલે કે હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકમાંથી એકને બદલે બીજો શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org