________________
૨૮૦ • સંગીતિ
(‘તને હતિ ત્રણ તૂતમિવીનતઃ')
કર્ણને સંભારી સંભારીને રાજા યુધિષ્ઠિર ભારે સંતાપ પામે છે, નિસાસા મૂકે છે અને ઘણા જ દુઃખી થાય છે. એ વખતે પોતાની પાસે બેઠેલા અર્જુનને રાજા યુધિષ્ઠિર કહે છે કે “આપણે મથુરામાં ભીખ માગીને નિભાવ કર્યો હોત, તો જે આ આપણાં જ સગાંવહાલાંનો, ભાઈભાંડુઓનો આપણે જ હાથે ઘાણ નીકળી ગયો છે, તે દિવસ જોવાનો વખત ન આવત.
ક્ષત્રિયના આચારમાં ધૂળ પડો, અમારાં બળ અને પુરુષાર્થમાં ધૂળ પડો અને અમારા ક્રોધના આવેગને સો-સો ધિક્કાર હો, જેથી અમારી સગી આંખે અમારો જ નાશ જોવાના દિ' આવી પહોંચ્યા છે.
“લોભને લીધે અને મોહને લીધે અમે અભિમાનમાં તણાયા, અને કપટવાળી પ્રવૃત્તિઓ આદરી, રાજયનો લાભ જાણીને અમે આવી ભારે દુઃખી દશા પામ્યા.
કોઈ અમને સમગ્ર પૃથ્વી આપી દેત વા સોનાના ઢગલાની લાલચ બતાવત અથવા ગોકુળનાં ગોકુળ અને તમામ ઘોડાઓ અમને કોઈ આપવા તૈયાર થાત તો પણ અમારે એ અમારાં સ્વજનો હણવાં જોઈતાં ન હતાં.”
(युधिष्ठिरस्तु धर्मात्मा शोकव्याकुलचेतनः । शुशोच दुःखसंतप्तः स्मृत्वा कर्णं महारथम् ॥ यद् भैक्ष्यमाचरिष्याम वृष्ण्यन्धकपुरे वयम् । ज्ञातीनिष्पुरुषान् कृत्वा नेमां प्राप्स्याम दुर्गतिम् ॥ धिगस्तु क्षात्रमाचारं धिगस्तु बलपौरुषम् । धिगस्त्वमर्षं येनेमामापदं गमिता वयम् ॥ वयं तु लोभाद् मोहाच्च दंम्भं मानं च संश्रिता । इमामवस्थां संप्राप्ता राज्यलाभबुभुत्सया ॥ न पृथिव्या सकलया न सुवर्णस्य राशिभिः । ન સવાશેર સર્વે તે ત્યાજ જે રૂપે હતાઃ '') (મહાભારત, શાંતિપર્વ અધ્યાય સાતમો શ્લોક ૧-૩-૫-૭-૧૧)] આ રીતે ભારે શોકથી ઉદાસ થયેલા રાજા યુધિષ્ઠિરને મહાબલ અર્જુન તેમની એ વિજયશ્રી મળ્યા પછીની ઉદાસીનતાને જોઈ ભારે મેણાં મારે છે અને કહે છે કે : “હે પ્રભુ ! આ તો ભારે દુઃખ કહેવાય, આ તો ભારે નબળાઈ ગણાય કે તમે ઘોર કર્મ કર્યા પછી મળેલી ઉત્તમ લક્ષ્મીને છોડવા બેઠા છો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org