________________ ઉપાસના 0 205 વાંચતાં-લખતાં શીખી જતો નથી, પણ વખત જતાં તે જરૂર આંકડાં માંડતાં અને વાંચતાં-લખતાં શીખી જાય છે. શરૂશરૂમાં તો બાળક પાટી ઉપર માત્ર લીટા કાઢે છે, અને તે પણ સીધા નહિ પણ આડાઅવળા, તેમ આ પ્રવાહપતિત ઉપાસનાનું પણ બનેલ છે, એટલે પ્રવાહપતિત ઉપાસના ઉપાસનાની પ્રથમ ભૂમિકા છે, અને વાસ્તવિક ઉપાસનાનું પ્રથમ પગથિયું છે. હવે આગળનાં પગથિયાંઓ ઉપર કેમ કરીને ચડાય અને તે અંગે શું વિચારવું જોઈએ અને કેવો પ્રયત્ન કરવો જોઈએ એ જ હકીકત તરફ ધ્યાન દોરવાનું છે. - અખંડ આનંદ, જુલાઈ - 1962 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org