________________
દસ પારમિતા ૭ ૧૪૧
લાગે. પ્રજ્ઞાપારમિતાએ પહોંચેલો મનુષ્ય સ્વયં પ્રતિભાસંપન્ન, પ્રખર પ્રતિભાસંપન્ન હોય. તે કોઈ ઢોંગથી કે બીજી ગમે તેવી લાલચથી કદી પણ ન ભોળવાય. એટલું જ નહિ પણ તે પોતાની બુદ્ધિના પ્રભાવે પોતાનાં સ્વજનોને, પોતાના તમામ વ્યવહારોને અને સામાજિક કાર્યોને પણ બરાબર થાળે પાડે, જેથી તેમાં ઝઘડા કે સંતાપ ઊભા ન થાય ને તેમને બરાબર ચલાવે.
બૌદ્ધ ગ્રંથોમાં એ દસ પારમિતાઓનો ક્રમ આ પ્રમાણે છે : (૧) દાનપારમિતા, (૨) શીલપારમિતા, (૩) નૈષ્કર્મપારમિતા, (૪) પ્રજ્ઞાપારમિતા, (૫) વીર્યપારમિતા, (૬) ક્ષાંતિપારમિતા (૭) સત્યપારમિતા, (૮) અધિષ્ઠાનપારમિતા, (૯) મૈત્રીપારમિતા અને (૧૦) ઉપેક્ષાપારમિતા. મેં અહીં આ ક્રમ થોડો બદલ્યો છે અને તે આ પ્રમાણે છે : (૧) બુદ્ધિના ગુણનો વિકાસ-પ્રજ્ઞાપારમિતા, (૨) ઉદારતાના ગુણનો વિકાસદાનપારમિતા, (૩) સદાચાર અને સંયમના ગુણનો વિકાસ-શીલપારમિતા, (૪) શરીરબળ અને મનોબળના ગુણનો વિકાસ–વીર્યપારમિતા, (૫) ક્ષમાના ગુણનો વિકાસ, ક્ષમાપારમિતા—ક્ષાંતિપારમિતા, (૬) સત્યાગ્રહના ગુણનો વિકાસ—સત્યપારમિતા, (૭) મૈત્રીના ગુણનો વિકાસ—મૈત્રીપારમિતા, (૮) અનાસક્તિગુણનો વિકાસ-નૈષ્કર્મપારમિતા, (૯) અનાસક્તિના ગુણની દઢતા માટે ઉપેક્ષાના ગુણની ખિલવણી–ઉપેક્ષાપારમિતા અને (૧૦) વ્રતમાં દૃઢતાના ગુણની ખિલવણી—અધિષ્ઠાનપારમિતા.
મેં જે મારો ક્રમ ગોઠવ્યો છે તે માત્ર મારી બુદ્ધિ અનુસાર છે. આ જમાનામાં જ્યાં-ત્યાં પાખંડો ઊભરાવા મંડ્યાં છે. ધર્મમાં શું કે વ્યવહારમાં શું, જયાં જોઈએ ત્યાં અનેક વાદો અને પંથો નવાનવા પેદા થવા લાગ્યા છે. તેમાંથી બચવા અને પોતાની સન્નિષ્ઠા કાયમ રાખવા મને બુદ્ધિના ગુણની ખિલવણીને વિશેષ અગત્ય આપવાનું ઉચિત જણાયું છે, માટે જ મેં અહીં પ્રજ્ઞાપારમિતાને પ્રથમ સ્થાન આપેલું છે. પછી તો જે જે પારમિતાઓ આપેલી છે તેમાં ક્રમનો વિશેષ ફેરફાર કરેલો નથી. છતાં થોડો ફેર તો જરૂર કરેલ છે. આમાં ક્યાંય વિશેષ હાનિકારક ચૂક થઈ છે એમ કોઈ વાચકને જણાય, તો તેઓ મને જરૂર સૂચવશે એટલે મને તેમનું સૂચન વાજબી જણાશે, તો જરૂર ફેરફાર કરીને સુધારીશ, તેમ જ તેમનું ઋણ પણ નહિ. ભૂલું. બાકી તો ‘મુન્દ્રે મુશ્કે મિન્ના' એ તો છે જ.
આ પારમિતાઓની સમજ આપ્યા પછી હવે પછીના અંકોમાં એ દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org