________________ 70 * સંગીતિ અપરિગ્રહવૃત્તિ અહિંસાની સાધનામાં સહાયક બને છે તથા અપરિગ્રહીને અસત્યનો આશ્રય લેવાની જરૂર પડતી નથી. તેથી અપરિગ્રહવૃત્તિ સત્યની સાધનામાં પણ મદદગાર થાય છે. આમ વિચારતાં અપરિગ્રહવૃત્તિ સુખકર નીવડે છે અને દુઃખના નાશમાં પ્રબળ સહાયક બને છે. અપરિગ્રહ માટે મૂર્છાનો ત્યાગ જ સબળ સાધન છે તે ન ભુલાય. - પ્રબુદ્ધ જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org