SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરસપ્પાનાં જિનમંદિરો પચાસેક વર્ષ પહેલાં ગેરસપ્પાના ચતુર્મુખ જિનાલયનું કઝિન્સે પ્રકટ કરેલ તલદર્શન જોવામાં આવેલું, જે એ સમયે પણ ઘણીક દૃષ્ટિએ વિશિષ્ટ લાગેલું' : પણ મંદિર વિજયનગર યુગનું હોઈ, અને બહુ વર્ષોથી દક્ષિણ ભારતના પ્રાચીનતર મંદિરો પર જ (અન્વેષણાની દષ્ટિએ) લક્ષ પરોવેલું હોઈ, એ તરફના શરૂઆતના પ્રવાસ-કાર્યક્રમોમાં ગેરસપ્પાનો સમાવેશ કરવાના પ્રયોજનનો અભાવ હતો. સત્તાવીસેક વર્ષ પહેલાં કર્ણાટકમાં શિમોગા પંથકમાં ફરી એક વાર ફરવાનું થતાં, જગન્મ્યાત જોગના ધોધ પાસેથી પસાર થતાં હતાં ત્યારે એ ક્ષેત્રમાં આવેલા ગેરસપ્પા તરફ પણ એક આંટો લગાવી, ત્યાં શું છે તે જોઈ લેવાનું નક્કી કર્યું. મધ્યાહ્નનો સૂરજ ધીરે ધીરે બપોરનો બની રહ્યો હતો. ધોધથી ગેરસપ્પા ગામ કેટલે દૂર તેની કંઈ ખબર નહીં પણ પાટિયાના આધારે રસ્તો શોધી ગાડી તે તરફ વાળી. પંથ સારો એવો લાંબો નીકળ્યો. (અંદાજે વીસેક માઈલ હશે.) બે'એક હજાર ફીટના ઉતારવાળા એના વાંકાચૂંકા વળાંકોમાં સંભાળી સંભાળીને ઊતરતાં એકાદ કલાકે નીચે નદી તીરે નવા ગેરસપ્પા ગામે પહોંચ્યા. પહોંચ્યા પછી ખબર પડી કે મંદિરો તો નદીને સામે કાંઠે દૂર જંગલ વચાળે આવેલાં છે. નાવડામાં એકાદ કોશ જવું પડે અને પછી ચાલવાનું. આટલે દૂર આવ્યા છીએ તો જોયા વગર પાછા ન જ જવું એમ વિચારી જલદી જલદી નાવ કરીને ઊપડ્યા, પણ સામા વહેણમાં જવાનું એટલે પહોંચતાં પહોંચતાં તો ખાસ્સા બે કલાક વીતી ગયા. ગામ છોડીને હોડકું આગળ વધ્યું કે આજુબાજુનું દૃશ્ય ફરી જ ગયું. હિમાલય બાદ કરતાં અહીં જેવી અલગારી નિસર્ગશોભા ભારતમાં બીજે જોવા મળતી નથીર. પણ હિમાલયની એ પ્રાકૃતિક લીલાથી અહીંની પ્રકૃતિની વાત જરા જુદી છે. વનરાજિ પણ જુદી, ને ખડકો પણ અલગ પ્રકારના. નદી શિરાવતીની ચાલ પણ જુદી જ. ઊંચાંનીચાં વૃક્ષોથી પ્રભવતી વિશિષ્ટ ભૂચિત્રરેખા, ને વનરાઈની ગહેરાઈ સાથે એની ગીચતામાં લીલાશની ઊપસતી અનેકવિધ રંગછાયાઓનો દાયરો પણ અનોખો. નાવ આગળ વધતાં ખડકાળ ભાગ આવ્યો. એમાંથી પસાર થતું વહેણ સદૈવ અતિ જોશબંધ વહે છે. મુસીબતે સમતોલન જાળવીને એ નેળ પસાર કરી ગયા. પછી નાવની દિશા પલટી અને દક્ષિણ તરફ મોરો વળ્યો. હવે બન્ને બાજુએ ઝળૂબી રહેલ, વિશેષ ગાઢાં જંગલોવાળા, સાંકડા ઊંડા પ્રવાહમાં પ્રવેશ્યા. એક નાના ટાપુ જેવું વટાવી છેવટે સામે કાંઠે પહોંચ્યા ખરા. કાંઠો સારો એવો ઊંચો નીકળ્યો. કાંઠો ચડ્યા કે સીધા જ ઘેઘૂર જંગલમાં પ્રવેશ્યા. જે દ્રશ્ય હવે નજરે પડ્યું તે દિંગ થઈ જવાય તેવું હતું. આ તે ભારત કે કંબોડિયા ? ખૂબ ઊંચાં, પાતળાં પણ અત્યંત સુષ્ઠુ અને ઉપરના ભાગે થોડુંક ફેલાતાં પિપ્પલાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249395
Book TitleGersappana Jin Mandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size240 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy