________________
વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન.
૬૫
જણાય છે. પ્રસ્તુત મિતિને શત્રુંજય પરનાં બે પૃથફ પબાસણોના લેખોનું મહદંશે સમર્થન મળી રહે છે. ત્યાંના સંદર્ભગત લેખોની વાચના આ પ્રમાણે છે :
संवत् ११८९ वैसा(शा)षे महं श्रीसो( शो )भनदेवेन । संभवस्वामिप्रतिमा श्री सरश )→जयतीर्थे कारिता ॥
संवत् ११९० आषाढ सुदि १ श्रीब्रह्माणगच्छे श्रीयशोभद्रसूरि.......
शत्रुजयतीर्थे महं. शोभनदेवेन स्वयं श्रेयसे प्रतिमा कारापिता ।। આમાં પહેલા લેખનું વર્ષ જેમ વંથળીના લેખમાં સં. ૧૧૮૯નું હોવાનું ઉપર સૂચવ્યું છે તે જ છે અને બીજા લેખનું સં૧૧૯૦. બન્ને લેખોમાં શોભનદેવને મર્દ (મરંતો, મH) હોવાનું કહ્યું છે. આથી એ નિશ્ચયતયા મંત્રી-મુદ્રા ધારણ કરનાર રાજપુરુષ છે; જો કે ત્યાં એને “દંડાધીશ” કહ્યો નથી. પણ એમ જોઈએ તો કુમારપાળે જે આંબાક ઉર્ફ આગ્રદેવને ગિરનાર પર ચડવાની પઘા (પાજ) કરાવવા સોરઠનો દંડનાયક બનાવી મોકલ્યાનું સમકાલીન લેખક બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્ય-કૃત જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અંતર્ગત કહે છે તે આંબાક પોતે તો ગિરનારના ખડકો પરના લેખોમાં પોતા માટે ‘પદંડ' એટલું જ સૂચિત કરે છે, આથી શત્રુંજયના લેખોમાં “દંડપતિ' શબ્દનો અભાવ મર્મયુક્ત બની શકતો નથી. વિશેષમાં શત્રુંજયના સં. ૧૧૯૦ની મિતિવાળા બીજા અભિલેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય યશોભદ્રસૂરિને બ્રહ્માણગચ્છ'ના કહ્યા છે, જેમ વંથળીના બંને લેખોના આચાર્યો–પ્રદ્યુમ્નસૂરિ તથા જજિગસૂરિ–પણ બ્રહ્માણગચ્છના છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો શત્રુંજયના લેખોના મહત્તમ શોભનદેવ વંથળીના લેખવાળા શોભનદેવથી અભિન્ન જણાય છે, એટલું જ નહિ, પણ શત્રુંજયના લેખોની મિતિઓ–સં. ૧૧૮૯ તથા સં. ૧૧૯–ને ધ્યાનમાં રાખતાં વંથળીના લેખની મિતિ સંપાદકોએ વાંચી છે તેમ સં. ૧૧૮૧ની હોવાને સ્થાને અહીં સૂચવ્યું છે તેમ સં ૧૧૮૯ હોવાની શક્યતાને વિશેષ ટેકો મળી રહે છે અને એ કારણસર અરિષ્ટનેમિના ભવનની સર્જન-કારિત નવનિર્માણ-મિતિ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિએ રેવંતગિરિરાસ (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતું)માં જે સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ની હોવાનું નોંધ્યું છે તે અફર રહે છે.
(૪) (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ નેમિનાથના દક્ષિણ પ્રવેશદ્વાર (વસ્તુતયા ઉત્તર તરફની પ્રતોલી)માં સં. ૧૧૭૬ (ઈ. સ. ૧૧૨૦)નો લેખ હોવાની જે વાત કરી છે તે ભ્રાંતિમૂલક છે. આજે વર્ષોથી ગુજરાતના વિદ્વાનો એ ગલત વિધાનથી ઊંધે રસ્તે દોરવાયા છે. પ્રસ્તુત લેખ-કાંતે જે વર્ષ હતું તે બર્જેસે સં. ૧૨૭૬ જેવું વાંચેલું; જો કે એમાં જે આચાર્યનું નામ છે તે શ્રીચંદ્રસૂરિનો સમય એમની કૃતિઓ અન્વયે સં. ૧૧૬૯ } સં. ૧૧૧૩થી સં. ૧૨૨૮ ! ઈ. સ. ૧૧૭૨ના ગાળામાં આવે છે. આથી ત્રીજો અંક “ક”ને સ્થાને અસલમાં ‘0” અથવા “૧'નો હશે. (સ્વ) પં, લાલચંદ્ર ગાંધી એવું સૂચન કરે છે જ, જે ગુજરાતના
નિ, ઐ, ભા. ૨-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org