________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
શ્રીમાલકુલ (ઉદયન મંત્રી)
ચાહડ
પદ્ધસિંહ = પૃથિવીદેવી
(માહણસિંહ) મહંતો સામંતસિંહ (સં.૧૩૨૦ ઈ. સ. ૧૨૬૪)
મહામાત્ય સલક્ષણસિંહ (સં. ૧૩૦૫ ?
ઈ. સ. ૧૨૪૯) (સ્વ) મુનિ જિનવિજયજીએ* તથા સ્વ. રામલાલ મોદીએ (અને કંઈક અંશે મોહનલાલ દલિચંદ દેશાઈએ*) ઉદયન મંત્રીના વંશ વિશે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિશે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે એ ત્રણે વિદ્વાનો જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસફળકરે પણ, મૌન સેવ્યું છે ; તેથી અહીં તેમને વિશે કંઈક કહેવા ધાર્યું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મંદિરની ભમતીના નંદીશ્વરપટ્ટના સં૧૨૮૨ { ઈ. સ. ૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવલી આપેલી છે”. જયાનંદસૂરિના ગુરુના ગુરુ પ્રદ્યુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ અપૂજ્ય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલો. પ્રદ્યુમ્નસૂરિ સુવિદ્યુત બૃહદ્રગચ્છીય વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મંત્રીના પ્રપૌત્રોને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરંપરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હોય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનંદસૂરિએ ગિરનાર પરની સામંતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી હોય. ગિરનારના આ પરિવારના ઉપરકથિત ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનંદસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હોય. સાહિત્યિક તેમ જ અભિલેખીય પ્રમાણોના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્રગથ્વીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલી નીચે મુજબ બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org