________________
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે
તીર્થરાજ ઉજજયંતગિરિ પર જુદા જુદા સ્રોતોમાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખોનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણોમાં મૂળ લેખોની દોષપૂર્ણ વાચનાઓ, સંપાદકો અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનનો અભાવ, અને ગવેષણા ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પકડવાની વૃત્તિ હોય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતા અભિલેખોની, શક્ય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણા સહિત વિચારણા કરીશું.
સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છો. મઅત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કરાયેલા લેખનું વર્ષ સં. ૧૧૯૪ | ઈ. સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અઘાવધિ પ્રાપ્ત લેખોમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દૃષ્ટિએ તે ચૌલુક્યાપિ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે :
सं ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य ।
ઠક્કર જસયોગ (યશયોગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કોતરવો પડ્યો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કોરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કર્ધમાં ઉઠાવેલી (ચિત્ર “૧'), નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલો દર્શાવ્યો છે. લેખમાં જો કે કહ્યું નથી, તો પણ આ ખાંભી સં. ૧૧૯૪માં ઠક્કર જસયોગના સંભવતયા ગિરિનારગિરિ પર થયેલ આકસ્મિક યા અન્ય કારણસર મરણ (કે સલ્લેખનાથી પ્રાપ્ત કરેલ મરણ ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરના પરિસરમાં કે તેની આસપાસમાં ક્યાંક ખોડી હશે તેવું અનુમાન થઈ શકે. ઠક્કુર' સંજ્ઞા ધરાવતા જસયોગ એ યુગના કોઈ જૈન રાજપુરુષ હશે : પણ તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી.
આ લેખની વાચના બર્જેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતીના ઉત્તર પ્રતોલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org