SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા' આ સ્તોત્રના કર્તા કોણ હશે તે વિશે વિચાર કરવાનો કેટલાક કારણોસર અવકાશ રહે છે. યુગપ્રધાન આચાર્યવર સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પના (સ્વ) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધૃત પઘો જોતાં પુંડરીકશિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતા પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ : નામેન્દ્ર-વન્દ્ર-પ્રમુÎ: પ્રથિતપ્રતિષ્ઠ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिखि मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१०॥ श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुजे स्म यत्र श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१५॥ - चैत्येऽत्र लुणिगवसत्यभिधानके त्रि पंचाशता समधिका द्रविणस्य लक्षैः । कोटीर्विवेच सचिवस्त्रिगुणश्चतस्रः । श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ||१६|| Jain Education International કલ્પમાં પઘાન્તે આવતું છેલ્લું પદ શ્રીમાનસૌ વિનયતેવુંઐત્તરાનઃ ‘શિખરીસ્તોત્ર’ના અંતિમ ચરણ શ્રીમાનસૌ વિનયતાં શિરિપુડી: ના પ્રતિઘોષ શો ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીશિખરીસ્તોત્ર પણ ‘સોમસુંદરસૂરિ-કર્તૃક હશે : અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિ સં. ૧૪૫૨-૧૪૯૯ / ઈ. સ. ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટીકાસ્તોત્ર ૧૫મા શતકના પૂર્વાર્ધમાં અને ઈ. સ. ૧૪૪૩ પૂર્વે કચારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ૧૪મા શતકની ખાસ રચનાઓ—ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઇત્યાદિનો, તેમ જ ૧૪મા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અર્બુદગિરિકલ્પ માટે આદર્શ રૂપ રાખી રચના કરી છે. આથી પુંડરીકશિખરીસ્તોત્ર ૧૫મા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને ૧૫મા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે. ૨૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249378
Book TitlePundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy