SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 ખંભાતની બે પ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૯૧ - - ૪ ૫૦ ૧૫૫. સિદ્ધચક્ર ४८ પટ પંચતીર્થી ૬૬૦૦ પાટલી કમલ પાંખડી ૧૧ પરવાળા ચોવીસવટા ૪૧૨૮ (૧૭૨ x ૨૪) રત્નના ચૌમુખ ૮૮ (૧૦ x ૪ ?) પાટલી ૮૪૩ ૧૨૬૬૭ સામાન્ય ધાતુ પ્રતિમા સંખ્યા = ૨૩૫૩ (અમારી ગણના પ્રમાણે = ૩૩૫૩) વિશેષ ધાતુ પ્રતિમા સંખ્યા = ૧૨૬૬૮ ? (અમારી ગણના પ્રમાણે = ૧૨૬૬૭) પ્રસ્તુત રચનામાં આપેલ દેરાસરની ગણના મેળવી જોતાં તેનો તાળો મળે છે. આરસની પ્રતિમાઓની સામાન્ય અને વિશેષે એમ વર્ગીકૃત ગણના કરી છે તેનો તાળો મળે છે. ધાતુ પ્રતિમાની ગણનામાં એકની ભૂલ આવે છે. ૧૨૬૬૮ને સ્થાને ૧૨૬૬૭ થાય છે. સામાન્ય ધાતુ પ્રતિમાની ગણનામાં તફાવત માલુમ પડે છે. કવિએ ૨૩૫૩નો આંકડો આપ્યો છે. ગણના કરતાં ૩૩૫૩ થાય છે. સંભવિત છે કે તેત્રીસની જગ્યાએ ત્રેવીસ લખવાની ભૂલ થઈ હોય ! ધાતુ પ્રતિમાની ગણનામાં એક સંદિગ્ધતા માલુમ પડે છે. ચૌમુખજી સંખ્યા દસ આપી છે. તેથી વિશેષ કરીને તેની સંખ્યા ૧૦ x ૪ = ૪૦ થાય પણ અહીં ગણના ૮૮ની કરી છે. આમ કેમ? એ પ્રશ્ન થાય છે. વર્ગીકૃત ગણના પ્રમાણે સામાન્ય આરસ પ્રતિમા સંખ્યા = ૧૩૩૯ + સામાન્ય ધાતુ પ્રતિમા સંખ્યા = ૩૩૫૩ (ભૂલ સુધારીને કરેલી) + રજત પ્રતિમાં સંખ્યા = ૧૫૫નો સરવાળો કરતાં ૪૮૪૭ થાય છે જયારે કવિની ગણના ૪૮૪૮નો આંકડો દર્શાવે છે. ટૂંકમાં, ચૈત્યપરિપાટીની લેખન-પ્રણાલીથી નિરાળા ઢંગથી લખાયેલી આ કૃતિ આ પ્રકારના સાહિત્યમાં એક નજરાણાંરૂપ છે. ખંભાતનાં દેરાસરોના ઇતિહાસમાં પણ એનું યોગદાન છે જ. હવે ઉપર્યુક્ત મહિસાગર તથા પદ્મવિજયની ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ થતાં, ખંભાતનાં દેરાસરોની માહિતી માટે ક્રમશઃ નીચે મુજબની રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે : ક્રમ સમય કવિનું નામ કૃતિનું નામ ૧. ૧૬મો સૈકો ડુંગર શ્રાવક ખંભાતની ચૈત્યપરિપાટી ૨. સં. ૧૬૭૩ શ્રી ઋષભદાસ ત્રંબાવતી તીર્થમાળ ૩. સં. ૧૭૦૧ શ્રી મતિસાગર ખંભાાંતિની તીર્થમાલા ૪. સં. ૧૮૧૭ શ્રી પદ્મવિજય ખંભાત ચૈત્યપરિપાટી ૫. સં. ૧૯૦૦ સીરેવાચંદ પાનાચંદનું કાગળ શ્રી સ્વંભતીર્થનાં દેરાસરોની સૂચિ વિશેષ અભ્યાસ માટે આ તમામ સામગ્રી એક જ સ્થળે હાથવગી બને તે હેતુસર કવિ ડુંગર અને કવિ ઋષભદાસની રચનાઓ તથા શાહ રેવાચંદ પાનાચંદનું કાગળ પરિશિષ્ટ ૧-૨-૩માં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. અંતે. વર્તમાનકાળનાં વિદ્યમાન દેરાસરોની યાદી તથા આ તમામ રચનાઓની સંકલનારૂપે દેરાસરોની માહિતીનું વિગતવાર કોષ્ટક મૂકવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249349
Book TitleKhambhatni Be Aprakat Chaitya Paripatio
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia, Shital Shah
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year2002
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy