________________ Vol. I-1995 સેવાડી (રાજસ્થાન)ની બે જૈન.. સુંદર મયૂર-મયૂરીની જોડલી સુરક્ષિત છે. જમણો બીજો હાથ વરદાક્ષ તરીકે રજૂ થયેલો છે. દેવી પદ્મપત્ર પર મોહક ત્રિભંગે ઊભાં છે. આગળ ચર્ચિત પ્રતિમાની જેમ જ આ મૂર્તિનાં નયન જડેલાં તથા ભ્રમરભંગી અને અધર કાળા રંગે રંગેલાં છે. પરિકરમાં વાહનરૂપે મોર ડાબા પગ પાસે અને આરાધક દક્ષિણ પાદની બાજુએ અંજલીભદ્રામાં બેઠેલા છે. અગાઉની જેમ જ મુકુટ અને અન્ય સંભવિત અલંકારો ધારણ કરેલી વીણાવાદિની અને વંશીવાદિનીની જોડી સંગીતમાં રત છે. પરિકરના ડાબા-જમણા છેડાઓ પર નીચે ચામરધારિણી ઉપર મૃદંગવાહિની, ત્યાર બાદ માલાધારી, અને ટોચ પર બન્ને બાજુએ એક એક પરિચારિકા, બન્ને બાજ ગજરાજ, તથા મધ્યભાગે પદ્માસનસ્થ જિન ભગવાન્ કંડારેલાં છે. પલ્લુની સરસ્વતી મૂર્તિ સાથે સરખાવતાં સમયની દૃષ્ટિએ સેવાડીની સંદર્ભગત પ્રતિમાઓ કંઈક પશ્ચાત્કાલીન જણાય છે. એમને ઈસ્વીસનના ૧૧મા સૈકાના અંતભાગમાં મૂકી શકાય. શારદાની આ પ્રતિમાઓને જોડી રૂપે તો બનાવી છે, પણ બન્ને સવ્યાપસવ્ય ક્રમનું અનુસરણ કરે છે. ટિપ્પા :1. પ્રા. મધુસૂદન ઢાંકીના અદ્યાવધિ અપ્રસિદ્ધ લેખ “નિવણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓમાં ગ્રંથની રચના સમય પ્રાયઃ ઈસ્વીસન 950 નિર્ધાર્યો છે. 2. સલાહ-સૂચનો તથા ફોટોગ્રાફ્સ માટે લેખક પ્રામધુસૂદન ઢાંકીના આભારી છે. તસવીરો એમના સૌજન્યથી અહીં પ્રકટ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org