________________
સં. લક્ષ્મણ ભોજક
Nirgrantha
(૧૨) સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ની આ એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩) શ્રી શ્રીમાલજ્ઞાતિના શ્રાવકની ભરાવેલ છે.
(०१)संवत् १२९१ वर्षे श्रीश्रीमालज्ञातीय श्रे० जगदेवसुत श्रे० वीजडेन आत्मपु( ૨)પથાય . . . . . . . . . . .
(૧૩) સં. ૧૩(૭)૩(૧) (ઈ. સ. ૧૨૪૭ ૧)ના લેખવાળી આ એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૫) નાગેન્દ્રગચ્છના ભટ્ટારક વિબુધપ્રભસૂરિની ભરાવેલ છે.
જં૦ ૧૩(૧)(?)- - -શુ ૧ શાન શ્રીમા - નાઇ • - - - માર્યા - - - - - श्रीशांतिनाथ (बिंबं) कारितं । प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टा० श्रीविबुधप्रभसूरिभिः।
(૧૪) સં. ૧૩૦૩ (ઈ. સ. ૧૨૪૭)નું વર્ષ ધરાવતી આ પંચતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨૩) “ધારાગચ્છ”ના સર્વદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી, ધારાગચ્છ આમ તો અલ્પજ્ઞાત છે. “થારા (થારાપદ્ધ)ને બદલે “ધારા" કોતરાઈ ન ગયું હોય તો પછી માળવાની રાજધાની “ધારા” પરથી ગચ્છ નિષ્પન્ન થયો ગણાય. ભરાવનાર દેવસીંહ (દેવસિંહ) મંત્રીપદ ધરાવતો હશે.
सं० १३०३ वर्षे - - - - श्रीमाल० महं देवसीह भार्या घेतलदे श्री धा(था?)रागच्छे प्र० श्री सर्वदेवसूरिभिः ।
(૧૫) જિન ઋષભનાથની આ એકતીર્થી પરિકર સહિતની ગામના શ્રાવકોએ ભરાવેલ પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૯)ની સં. ૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯)માં (ખરતરગચ્છીય) જિનપતિસૂરિશિષ્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય) દ્વારા પ્રતિષ્ઠિત થયેલી.
१ सं० १३०५ आषाढ सुदि १० श्रीऋषभनाथ प्रतिमा श्रीजिनपतिसूरिशिष्य श्रीजिनेश्वरसूरिभिः प्रति ष्ठिता ग्रामलोक श्रावकेण कारिता
(૧૬) જિન મહાવીરનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૫૯) અજ્ઞાતગચ્છીય હેમતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૨૩ (ઈ. સ. ૧૨૬૭)માં શ્રીમાળી શ્રાવક નરસિંહે ભરાવેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org