________________
ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના અપ્રકટ અભિલેખો
લક્ષ્મણ ભોજક
સૌરાષ્ટ્રના પશ્ચિમ સમુદ્રતટે ભાવનગર પાસે આવેલ ઘોઘામાં મધ્યકાળમાં નવખંડા પાર્શ્વનાથનું મન્દિર સ્થપાયેલું, જે પૂર્ણતયા જીર્ણોદ્ધારિત રૂપે આજે પણ વિદ્યમાન છે. ત્યાંના ભૂમિગૃહના સંચમાંથી મળી આવેલ ધાતુ તથા પાષાણની પ્રતિમાઓના સંગ્રહનું ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતા તરફથી શ્રી મધુસૂદન ઢાંકી તથા (સ્વ) હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીએ સન ૧૯૬૧ના ડિસેમ્બરમાં સર્વેક્ષણ કરી તેનો સંક્ષિપ્ત પરિચય એક લેખ દ્વારા પ્રસિદ્ધ કરેલો'. તેમણે ઉતારી લીધેલ લેખોમાંથી ઈસ્વી તેરમા શતકમાં આવી જતા અઢારેક લેખો (સ્વ) કાન્તિલાલ સોમપુરા તથા (રૂ.) નવીનચન્દ્ર આચાર્યે પ્રકટ કરેલા સર્વેક્ષણ સમયે જે પ્રતિમાઓ, લેખ તથા અન્યથા કલા અને શૈલીની દષ્ટિએ જૂની તેમ જ મહત્ત્વપૂર્ણ હતી તેને નોખી તારવી થી ઢાંકી તથા શ્રી શાસ્ત્રીએ મન્દિરના સંચાલકોને સંભાળપૂર્વક જુદા સાચવી રાખવા ભલામણ કરેલી. આ નોખી રાખેલ પ્રતિમાઓનો સંગ્રહ થોડાં વર્ષ પૂર્વે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિરમાં લાવવામાં આવેલો. ત્યારે તેના લેખો વાંચી ઉતારી લેવાનો મોકો મળેલો. આજે તેમાંથી પ્રમાણમાં મહત્ત્વના છે તેવા અદ્યાવધિ અપ્રકટ ૨૪ લેખો અહીં પ્રકાશિત કરવામાં આવે છે.
(૧) આ બહુ જ ઘસાઈ ગયેલો લેખ એક દશમા શતક જેટલી જૂની પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૮૪) પાછળ કોરેલો છે : યથા :
१) आसींदु २) दास्सरितोयरे ३) वीरदेवसूर[रिस्य शिं ૪) શ્રેજ ૯) ---------- દ) ----------
!
-
૮) ------- ૧) છે . સંવ
૨૦) 7 | ૨૦૨ (૨૨) લેખની મિતી સં. ૧૦૧ (૫૧) ઈ. સ. ૯૫૯ (3) જેવી વંચાય છે, ગચ્છનું નામ સ્પષ્ટ નથી; પણ વીરદેવસૂરિના શિવે પ્રતિષ્ઠિત કરાવી લાગે છે. વીરદેવ નામના બે એક નામો જ્ઞાત તો છે; પણ તે ૧૧મા-૧૨મા શતકમાં થયા હોવાનો સંભવ હોઈ અહીં ઉલ્લિખિત વીરદેવસૂરિ તેમનાથી ભિન્ન અને વિશેષ પ્રાચીન હોવાનો સંભવ છે.
(૨) પ્રસ્તુત લેખ સંવત ૧૧૨૩ / ઈ. સ. ૧૦૬૭નો લેખ ચતુર્વિશતિ પટ્ટ (ઘોઘા ક્રમાંક ૧) પર છે; અને સરવાલીય ગચ્છ સમ્બદ્ધ છે. (આ ગચ્છનો ઉલ્લેખ કરતા અગાઉ થોડાક લેખો મળ્યા છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org