SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૮ ] દર્શન અને ચિંતન થયેલું વિચારાત્મક જળ ટીકાની ગંગામાં વહે છે. તેથી જ આપણે સ્થાનાંગની ટીકામાં કથાપદ્ધતિને લગતું નિયુક્તિ, ભાષ્ય આદિનું વર્ણન એક અગર બીજે રૂપે જોઈ શકીએ છીઍ. પરિશિષ્ટ ૩ ચરકમાંથી મળતી કથાવિષયક માહિતી અત્રે એ જણાવી શું જોઈ એ કે ચરકમાંનું પ્રસ્તુત વર્ણન અત્યંત સ્પષ્ટ, મનરંજક અને કલ્પાત્તેજક છે, તેમ જ અક્ષપાદના ન્યાયસૂત્રમાં વર્ણવેલી ચર્ચાપદ્ધતિની પરંપરા કરતાં અત્યંત ભિન્ન નહિ એવી, છતાં પ્રાચીન કાળથી ચાલી આવતી કાઈ બીજી વ્યવસ્થિત ચર્ચાતી પર પરાનુ સૂચક છે. પણ તે અતિ લાંબુ હોવાથી વિસ્તારભયને લીધે અહીં તેનું બધું મૂળ અક્ષરશઃ આપવાના લાભ અનિચ્છાએ રકવા પડે છે. વિશેષાથી તે તે મૂળ જ જોઈ લે. અહી તેને સારમાત્ર આપ્યા છે. આ સારમાં જ્યાં જ્યાં ન્યાયદર્શન સાથે તુૠના કરી છે ત્યાં ત્યાં વિશેષાર્થીએ મૂળ ન્યાયદર્શન અગર તે પરિશિષ્ટ ક્રમાંક (૫) જોઈ લેવું. ચર! એ વૈદ્યકના ગ્રંથ છે છતાં તેમાં કેટલીયે ન્યાયશાસ્ત્ર અને શાસ્ત્રસામાન્યને લગતી કીમતી માહિતી છે. આ સ્થળે વાદને લગતી માહિતી પ્રસ્તુત હોવાથી શ્રીજી કેટલીક સામાન્ય છતાં અતિ ઉપયાગી માહિતી ઉપર વાચકોનું માત્ર લક્ષ જ ખેંચવુ. યાગ્ય ગણાશે. કાઈ પણ વિષયના અભ્યાસ કરવા હોય ત્યારે તે વિષયનું ગમે તે પુસ્તક ન લેતાં ખાસ પરીક્ષા કરીને જ તે વિષયના પ્રશ્ર પસંદ કરવા જોઈ એ, જેથી અભ્યાસીનાં બહુમૂલ્ય શ્રમ, સમય અને શક્તિ વધારે સફળ થાય એ સૂચવવા ચરકમાં શાસ્ત્રપરીક્ષાના ઉપાયે બતાવ્યા છે. યેાગ્ય શિક્ષકને અભાવે શ્રેષ્ઠ ગ્રંથની પસંદગી પણ નિષ્ફળ જવાની. તેથી તેમાં આચાર્યની પરીક્ષા કરવાનું પણ બતાવવામાં આવ્યું છે. યોગ્ય શિક્ષક છતાં પણ જો અભ્યાસ દૃઢપણે કરવામાં ન આવે તે પરિણામ શૂન્યવત આવે છે. તેથી તેમાં શાસ્ત્રની દઢતાના ઉપાયો પણ અતાવવામાં આવ્યા છે. ચરકમાં આત્રેય શાસ્ત્રાભ્યાસની દૃઢતાના ત્રણ ઉપાયો વર્ણવે છે (1) અધ્યયનવિધિ, (૨) અધ્યાપનવિધિ, અને (૩) દ્િઘસ ભાષાવિધિ. અધ્યાપન વિધિમાં શિષ્યનાં લક્ષણા, અધ્યયન શરૂ કર્યો પહેલાંનું શિષ્યનું કર્તવ્ય અને શિષ્ય પ્રત્યે શિક્ષકે કરવા જોઇતા ઉપદેશ એ ત્રણ બાબતે ખાસ આવે છે. આ બધી મહત્ત્વપૂર્ણ ખબતે માટે જીએ વિમાનસ્થાનમાંનું રાગભિષતિય વિમાન ( અધ્યયાય 4.) : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy