SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૨ ] દર્શન અને ચિંતન અર્થે આ પ્રમાણે (૧) શકટતિનિરિ એટલે () ગાડામાં આણેલ તેતર (1) ગાડા સહિત તેતર. (૨) તર્પણા ડિક એટલે (૪) સકતુમાં (સથવામાં પાણી મેળવી આપવું તે. (એટલે કે અહીંયા પાણી મિશ્રિત સાથવો) () તેવું મિશ્રણ કરતી સ્ત્રી. તેતરવાળી ગાડી લઈ જતા કેઈ એક માણસને એક ધૂર્તો પૂછવું કે આ કટતિત્તિરિને શે ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તપંડિકા. પૂર્વે કેટલાકને સાક્ષી તરીકે રાખી કહ્યું કે મને આ કટતિતિરિ (શકટ સહિત તિત્તિરિ) તપણેલેકિાથી આપવાનું આ માણસ કહે છે. તે કિ મત આપવા હું તૈયાર છું. માટે મને તે શકટ-તિત્તિરિ બને મળવાં જોઈએ. આ સાંભળી શકટનિતિરિને સ્વામી ગુંચવણમાં પડ્યો પણ બીજા ધૂર્તે તેને સમજાવી દીધો. અને તેને સમજાવ્યા પ્રમાણે તે માલિકે પ્રથમ ધૂર્તને કહ્યું “ભલે, તર્પણલોડિકા લા અને શકટતિત્તિરિ લે.” પ્રથમ ધૂ પિતાની સ્ત્રીને તર્પણાલેડિકા આપી શકટતિતિરિ લઈ કહ્યું. સ્ત્રી ધૂર્ત પતિની આજ્ઞા પ્રમાણે સસ્તુમાં પાણી મેળવી હલાવી તપંડિકા તૈયાર કરવા બેઠી કે તરત જ પેલા માલિકે સતુમાં પાણી મેળવતી તે સ્ત્રીને ઉપાડી અને કહ્યું : “આ સ્ત્રી તર્પણા ડિકા છે એટલે તેને લઈ હું શકટતિનિરિ આપી દઈશ.” આ સાંભળતાં પ્રથમ ધૂત સમજી ગયો અને ચૂપ થયો. આ વાતમાં શબ્દળ છે. માલિકે શકટતિત્તિરિ તપણા ડિકથી મળે છે એમ કહ્યું ત્યારે તેનો આશય તે માત્ર ગાડામાં આણેલ તેતરના મૂલ્યનો જ હતા. પણ પ્રથમ ધૂર્ત શબ્દછળથી શકતિત્તિરિને ગાડું અને તેતર એ અર્થ લઈ તપણાડિકાથી તે બંને મળવાં જોઈએ એમ કહી તેના માલિકને મૂંઝ. અહીં સુધીનો ભાગ વ્યસંક હેતુનું સ્વરૂપ સૂચવે છે. યંસક હેતુ પ્રતિવાદીને મૂંઝવે તે હોય છે. બીજા ધૂર્તના શીખવવાથી પેલે માલિક પ્રથમ ધૂર્ત પાસે તર્પણલોડિકા માગે છે. હવે પ્રથમ ધૂર્તે પોતાની સ્ત્રીને તર્પણલેડિકા (જળમિશ્રિત સકતુ) આપવા કહ્યું. ત્યારે પેલ માલિક બીજા અર્થ પ્રમાણે તે મિશ્રણ કરનાર સ્ત્રીને જ ઉપાડવા લાગ્યો. એટલે પ્રથમ ધૂર્તની કળબાજી ઊઘડી ગઈ. વાર્તાને આ પાછલો ભાગ લૂષક હેતુના સ્વરૂપને સમજાવે છે. જેમ પેલા માલિકે તર્પણલેડિકાને બીજો અર્થ સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy